Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 26
________________ ર૪ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૫ પાછળ લાકડીમાં ભરાવ્યો છે. વળી પાણી ખૂબ હિલોળે ચડેલું છે તેથી છલકાય છે. તે કોઢિયો છે. તેના શરીરમાંથી રક્તપિત્ત વહે છે. જે બળદ જોતર્યા છે, તેમાં જમણે પાસે જે બળદ છે તે ગળિયો છે. વળી ડાબે પગે ખોડો છે અને તે ડાબી આંખે કાણો છે.” તેની પાછળ એક અંત્યજ ચાલે છે. વળી તે ગાડાની પછવાડે કોઈકની વહુ રિસાઈને આવે છે. તેના ડાબા પગે ઉત્તમ રેખાઓ છે. પગે જોડા નથી. તેના શરીર ઉપર ઘણાં આભરણ છે. તે સ્ત્રી કોઈ વાણિયાની છે. વળી ગર્ભવતી છે ને પ્રસવને થોડી જ વાર છે. તે સ્ત્રી પુત્રને પ્રસવશે. તેના શરીરે કંકુનો રંગ છે. ચોટલો બકુલના ફૂલે ગૂંચ્યો છે. ફૂલ વેણીમાં ગૂંધ્યાં છે. તે બહુ મૂલ્યવાળાં છે અને તે સ્ત્રીનું પહેરવાનું વસ્ત્ર કસુંબી નવું રંગ્યું છે. વળી તે ગાડામાં બેઠી નથી.' સાગરના મુખથી આ વાત સાંભળીને વિમળે કહ્યું: “વાહ, ગપોડી વાહ ! ટાઢા પહોરનું તેં ઠીક હાંક્યું હોં ! એ બધું તું કયાંથી જાણી શકે?” સાગરે કહ્યું, “કલ્પાંતે પણ હું અસત્ય બોલું નહિ. સદા સાચું બોલવું એવો મારે નિયમ છે. જો તને સાચું ન લાગતું હોય તો આગળ ગાડું જાય છે, તે જોઈ આવ.” આ વસ્તુ તદ્દન અશક્ય છે તેમ વિચારી વિમળે કહ્યું: ‘આપણે શરત કરીએ. આ વસ્તુ ખોટી હોય તો તું તારાં બધાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36