Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 28
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૫ .ن.ن.ت.ت.ت.ن છે, અને પાસેના નગરમાં તેનાં માબાપને તેડવા માટે ચંડાળને મોકલ્યો છે. હું બ્રાહ્મણ છું અને એ તો વાણિયાની વહુ છે. તેના ધણીએ તેને માર્યાથી તે રિસાઈ છે, અને તેનો પાડોશી છું તેથી તે મારી પાછળ આવી છે.” એવામા એક અંત્યજ તેની માતાને તેડી લાવ્યો. સારથિ બ્રાહ્મણે તેને પુત્ર આવ્યાની વધામણી આપી. એમ સઘળી વાત સાચી થયાથી સાગર બોલ્યો : “હે વિમળ ! તું હાર્યો. હવે તારી માલમિલકત બધી મારી છે. તે વખતે વિમળે ઠગબાજી અજમાવી હસતાં હસતાં કહ્યું: ‘હું તો તારી સાથે હસતો હતો, અને તું તો બધું સાચું માની બેઠો ! વાહ સાગર !' સાગરે કહ્યું: ‘જવા દે એ ઠગાઈ! તારી બધી મિલકત મને આપી દે.' - સાગરે બધાં કરિયાણાં લઈ લીધાં. વિમળને માથે તો જાણે વીજળી પડી. આટલી મહેનતથી ભેગું કરેલું ધન આટલી જ વારમાં ખલાસ ! તે મૂઢ જેવો થઈ ગયો. પિતા મહાપરાણે તેને ઘેર લાવ્યા. પછી વિમળ પિતાજી તરફ નમ્ર થઈને બોલ્યોઃ “પિતાજી! તમે સાગરને મનાવો, યા ગમે તે રીતે આપણું ધન પાછું મેળવો. નહીંતર એક ઉપાય છે કે સાગરે તમને સાક્ષી રાખ્યા છે. માટે જો જરૂર પડે તો રાજસભામાં શરતનો ઇનકાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36