Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 19
________________ અમરકુમાર સોંપશો નહિ. ઋષભદત્ત કહે, હું શું કરું? તારી માતા તને આપી દે છે, એમાં મારું કાંઈ ચાલે તેમ નથી. અમરે માતાને કહ્યું માડી ! મને વેચશો નહિ. ધન તો આજ છે ને કાલ નથી. મને બચાવો. મા કહે, તારા લખણે જ તું મરે છે. હું કેટલાંને પાળું ? કામકાજ કરવું નહીં ને સારું સારું ખાવા જોઈએ. તને રાખીને હું શું કરું ? અમર ઘણું કરગર્યો, પણ માની વજની છાતી પીગળી નહિ. ત્યાં કાકા-કાકી ઊભાં હતાં. તેમને અમરે કરગરતાં કહ્યું : કાકા, મારાં માબાપ મને વેચે છે. તમે મને બચાવો. તમારે ત્યાં રાખો. કાકા-કાકી કહે, તારાં માબાપ તને વેચે એમાં અમારું શું ચાલે? અમારાથી તને રખાય નહિ. મોટી બહેન ત્યાં બેઠી હતી. આંખમાંથી આંસુ સારતી હતી, પણ તે શું કરી શકે ? અમરકુમારને હાથે પકડીને સિપાઈઓ લઈ ચાલ્યા. ગામઆખામાં હાહાકાર થયો. લોકો કહેવા લાગ્યા : ચંડાળ માબાપે પૈસા માટે પોતાનો પુત્ર વેચ્યો. અમરકુમાર છાતી ફાટ રુદન કરે. જે સામું મળે તેને વિનંતી કરે, પણ તેને કોણ છોડાવી શકે? સહુ એક જ જવાબ આપે, ભાઈ ! તારાં માબાપે તને ધન લઈ વેચ્યો તેમાં અમે શું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36