________________
જીવવિચાર પ્રકરણ
સર્વે કૂણાં ફલ, ગુપ્ત નસોવાળાં શણ વગેરેનાં પાંદડા અને દવા છતાં ઊગે તેવા થોર, કુંવાર અને ગળો વગેરે. ૧૦. इच्चाइणो अणेगे, हवंति भेया अणंतकायाणं । तेसिं परिजाणणत्थं, लक्खणमेयं सुए भणियं ॥ ११ ॥
ઇત્યાદિ અનંતકાય (જીવો)ના અનેક ભેદો છે. તેઓને બરાબર ઓળખવા માટે શાસ્ત્રોમાં આ નિશાની કહી છે. ૧૧. गूढसिरसंधिपव्वं, समभंगमहीरगं च छिन्नरुहं । साहारणं सरीरं, तव्विवरियं च पत्तेयं ॥ १२ ॥ સાધારણ વનસ્પતિકાયનું લક્ષણ-ઓળખવાની નિશાનીઓ
છૂપા રહેલ નસો, સાંધા અને ગાંઠોવાળું, ભાંગતા એક સરખા ભાગ થાય તેવું, તાંતણા વગરનું, અને કાપ્યા છતાં ફરીથી ઊગનારું સાધારણ વનસ્પતિકાય શરીર (છે), અને તેથી વિરુદ્ધ પ્રત્યેક વનસ્પતિ (શરીર) છે. ૧૨. एगसरीरे एगो, जीवो जेसिं तु ते य पत्तेया । फलफुलछल्लिकट्ठा-मूलगपत्ताणि बीयाणि ॥ १३ ॥ પ્રત્યેક વનસ્પતિજીવોનું લક્ષણ અને પ્રત્યેક વનસ્પતિરૂપે જીવો
જેઓના એક શરીરમાં એક જીવ (હોય), તે પ્રત્યેક વનસ્પતિ જીવો-ફલ, ફુલ, છાલ, લાકડું, મૂળ, પાંદડા અને બીજ (રૂપે હોય છે.). ૧૩.