________________
જીવવિચાર પ્રકરણ
સંમૂચ્છિમ અને ગર્ભજ એમ બે પ્રકારે હોય છે. અને કર્મભૂમિ, અકર્મભૂમિ અને અન્તર્કંપોમાં મનુષ્યો છે. ૨૩. दसहा भवणाहिवई, अट्ठविहा वाणमंतरा हुंति ।। जोइसिया पंचविहा, दुविहा वेमाणिया देवा ॥ २४ ॥
દેવોના-મુખ્ય પેટા ભેદો સાથે - મુખ્ય ભેદો :ભવનાધિપતિ દશ પ્રકારે, વાણવ્યંતરો આઠ પ્રકારે, જયોતિષ્ઠો પાંચ પ્રકારે અને વૈમાનિક દેવો બે પ્રકારે છે. ૨૪. सिद्धा पनरसभेया, तित्थातित्थाइसिद्धभेएणं । एए संखेवेणं, जीवविगप्पा समक्खाया ॥ २५ ॥
મોક્ષમાં ગયેલા-સિદ્ધના જીવોના ભેદો અને જીવોના ભેદોના
પ્રકરણનો ઉપસંહારતીર્થ, અતીર્થ વગેરે સિદ્ધોના ભેદોની અપેક્ષાએ સિદ્ધો પંદર પ્રકારે છે. જીવોના એ ભેદો ટૂંકમાં સ્પષ્ટ સમજાવ્યા છે) ૨૫. एएसिं जीवाणं, सरीरमाऊ ठिई सकायम्मि । पाणा जोणिपमाणं, जेसिं जं अस्थि तं भणिमो ॥२६॥
શરીરની ઉંચાઈ, આયુ વાયસ્થિતિ, પ્રાણ અને યોનિઓ એ પાંચ દ્વારોના પ્રકરણની શરૂઆત :- શરીર, આયુષ્ય, સ્વકામાં સ્થિતિ, પ્રાણ અને યોનિઓનું પ્રમાણ-એ જીવોમાં જેને જે છે, તે કહીએ છીએ. ર૬.