Book Title: Jivvichar Prakaran
Author(s): Shantisuri, 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 121
________________ ૧૦૪ જીવવિચાર પ્રકરણ દિશાએ ત્રીજો અને ઉત્તર દિશાએ ચોથો દેવલોક આવે છે. પછી, વચ્ચે પાંચમો અને છઠ્ઠો દેવલોક ઉપરાઉપર આવેલા છે. છઠ્ઠા દેવલોકની ઉપરા ઉપર સાતમો અને આઠમો દેવલોક આવે છે. પછી પહેલા-બીજા, અને ત્રીજા-ચોથાની જેમ નવમોદસમો અને અગિયારમો-બારમો એમ ચાર દેવલોક આવેલા છે. આ બાર દેવલોકમાં કિલ્બિષિયા દેવોના ત્રણ અને લોકાંતિક દેવોના નવ વિમાનો છે. પહેલા-બીજાની નીચે; ત્રીજાની નીચે; અને છઠ્ઠાની નીચે; એમ કિલ્બિષિક દેવોના ત્રણ વિમાનો છે. અને પાંચમાં દેવલોકનો અરિષ્ટ પ્રતરમાં કૃષ્ણરાજી (સચિત્ત-અચિત્ત પૃથ્વીમય કાળા થરની રેખા)માં નવ લોકાંતિક દેવોના નવ વિમાનો છે. બાર દેવલોકથી ઉપર-પહેલા ઉપર ઉપર ત્રણ-પછી ઉપર ઉપર ત્રણ-અને પછી ઉપર ઉપર ત્રણ; એમ નવ રૈવેયક દેવોનાં વિમાનો છે. તેની પણ ઉપર સરખી સપાટીએ પાંચ અનુત્તર વિમાનો છે, તેમાં સર્વાર્થસિદ્ધ વિમાન વચ્ચે છે; અને બાકીના ચાર, ચાર દિશાએ છે. આ ઉપરાંત વ્યંતર જાતિમાં ૧૦ તિર્યકર્જુભક દેવોનો સમાવેશ થાય છે, કે જેઓ તીર્થંકર પ્રભુના ચ્યવન જન્માદિ કલ્યાણકો વખતે ધન-ધાન્યાદિથી તેમના ઘરો ભરી દે છે. તેઓ વૈતાઢ્યોમાં રહે છે. નારક જીવોને દુ:ખ દેનારા પરમાધાર્મિક દેવોનો ભવનપતિ દેવોમાં સમાવેશ થાય છે, પરમ-અધાર્મિક-જૂર ભયંકર પાપી. ભવનપતિમાં દરેકના બબ્બે ગણતાં ૨૦, વ્યંતર અને

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154