Book Title: Jivvichar Prakaran
Author(s): Shantisuri, 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 143
________________ ૧૨૬ જીવવિચાર પ્રકરણ શરીરધારી જીવ કહેવામાં આવે છે, તેના દશ પ્રાણો છે. જીવ અને આત્માનો ભેદ આગળ ઉપર સમજાવ્યો છે. તે ઉપરથી આ હકીકત બરાબર સમજી શકાશે. એકેન્દ્રિયોને ચાર પ્રાણ છે. સ્પર્શેન્દ્રિય, શ્વાસોશ્વાસ, આયુષ્ય અને કાયબળ. બેઇન્દ્રિયોને રસનેન્દ્રિય અને વચનબળ વધીને છ પ્રાણ થાય છે. તે ઇન્દ્રિયોને ધ્રાણેન્દ્રિય વધારે હોવાથી સાત પ્રાણ થાય છે. ચઉરિન્દ્રિયને ચક્ષુરિન્દ્રિય વધારે હોવાથી આઠ પ્રાણ થાય છે. ૪૨. મન વગરના કે મનવાળા પંચેન્દ્રિયોને પ્રાણો કેટલા? તથા ઉપસંહાર असन्नि-सन्नि-पंचिदिएसु, नव दस कमेण बोधव्वा । तेहिं सह विप्पओगो, जीवाणं भण्णए मरणं ॥ ४३ ॥ अन्वयः असन्नि सन्नि-पंचिदिएसु, कमेण नव-दस बोधव्वा । तेहिं सह विप्पओगो, जीवाणं मरणं भण्णए. ॥ ४३ ॥ શબ્દાર્થ અસત્રિ-સન્નિ-પંચિંદિએ સુ- મન વગરના અને મનવાળા પંચેન્દ્રિયોને, નવ-નવ, દશ-દશ. કમેણ-અનુક્રમે, બોધવ્યાજાણવા. તેહિ-તેઓની, સહ સાથે, વિધ્ધઓગો-વિયોગ, જીવાણુંજીવોનું, ભણએ કહેવાય છે, મરણં-મરણ. ૪૩. ગાથાર્થ મન વગરના અને મનવાળા પંચેન્દ્રિય જીવોને અનુક્રમે નવ અને દશ (પ્રાણી જાણવા).

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154