Book Title: Jivvichar Prakaran
Author(s): Shantisuri, 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 142
________________ જીવવિચાર પ્રકરણ ૧૨૫ પાંચ ઈન્દ્રિયો, શ્વાસોશ્વાસ અને મન-વચન-કાયાનું બળ. તે સ્વરૂપ (દશ પ્રાણો) એગિંદિએ સુએ કેન્દ્રિયોને. ચીરો-ચાર, વિગલેસુ વિકસેન્દ્રિયોને, છ-છ, સત્ત- સાત, અટ્ટ- આઠ, એવજ. ૪૨. ગાથાર્થ જીવોને ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ, આયુષ્ય અને બળરૂપે દશ પ્રકારે પ્રાણો (હોય છે.) એકેન્દ્રિયોને ચાર અને વિકસેન્દ્રિયોને છે, સાત, અને આઠ જ હોય છે). ૪૨. સામાન્ય વિવેચન પ્રાણ એટલે જીવન. જીવનું જીવન તે પ્રાણ. શરીરધારી કોઈપણ જીવ જીવન જીવે છે કે નહીં? આ દશમાંના અમુક સંખ્યાના પ્રાણો ચાલુ હોય, તો જ સમજી શકાય છે કે જીવ જીવે છે. અથવા જીવે જીવવું એટલે આ દશમાંના કોઈપણ અમુક પ્રાણ ધારણ કરવા. એક પણ પ્રાણ ન હોય, તો “અમુક જીવ જીવન જીવે છે” એમ કહેવાય જ નહી, એટલે તે પ્રાણો વિના જીવ જીવી શકે જ નહીં, તે મરણ કહેવાય. ઇન્દ્રિય શબ્દથી પાંચ ઇન્દ્રિયો સમજવી. અને બળ શબ્દથી મનબળ-વચનબળ-કાયબળ એ ત્રણે બળો સમજવા. એમ પ્રાણોની દશની સંખ્યા પૂરી થશે. આ દશ પ્રાણો જીવના છે. આત્મા તો અમર છે. તેના પ્રાણો તો જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે છે. તેની સાથે આત્મા અનાદિ અનંતકાળ સુધી પ્રાણવાનું રહે છે, અને જીવે જ છે. પરંતુ દશ પ્રાણ જીવના ગણાવ્યા છે, તે દુનિયામાં જે

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154