Book Title: Jivvichar Prakaran
Author(s): Shantisuri, 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 152
________________ જીવવિચાર પ્રકરણ ૧૩૫ શાંતિ-એટલે ઉપશમયુક્ત, સૂરિ-એટલે પૂજ્ય પુરુષોએ, સિટ્ટઉપદેશેલા. (અથવા શ્રી શાંતિસૂરિએ બતાવેલ.) ધમે- ધર્મમાં, ઉજ્જર્મ-ઉદ્યમ, કરેહ-કરો. ભો! - હે મનુષ્યો. ગાથાર્થ માટે હવે તો દુર્લભ છતાં મનુષ્યપણું અને સમ્યકત્વ મળ્યા છે, તો તે ભવ્ય મનુષ્યો ! જ્ઞાનાદિ લક્ષ્મી અને શાંતિયુક્ત પૂજ્ય પુરુષોએ (તથા શ્રી શાંતિસૂરિજી મહારાજે) બતાવેલા ધર્મમાં ઉઘમ કરો. ૫૦ સામાન્ય વિવેચન માટી, પાણી વગેરે એકેન્દ્રિયથી માંડીને વિકસેન્દ્રિયો, પંચેન્દ્રિય તિર્યંચો અને દેવ-નારક સુધી જીવો ઉત્પન્ન થાય છે. છતાં મનુષ્યપણું કોઈકને જ મળે છે. મનુષ્યપણું મળવા છતાં, અજ્ઞાનમિથ્યાત્વ વગેરે હોવાથી ધર્મ સમજી શકાય નહીં, તેથી સમકત પામવું તો ઘણું દુર્લભ થાય છે, છતાં તે મળ્યું, તો પછી ધર્મ- શા માટે ન કરવો ? માટે ધર્મની ભૂમિકારૂપ સમ્યકત્વ પામ્યા પછી ધર્મ કરવો જ જોઈએ. એમાં પ્રમાદ કરવાની જરૂર નથી. સમજવા માટે સમ્યકત્વના જુદી જુદી અપેક્ષાએ અર્થ થાય છે. શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ, શુદ્ધ ધર્મની શ્રદ્ધા, તે સમ્યકત્વ. ધર્મ પણ અનેક જાતના દુનિયામાં સંભળાય છે. પણ જે શ્રી જ્ઞાન, દર્શન અને શાન્તિ ઉપશમયુક્ત હોય, અને સૂરિએટલે વીતરાગ એવા પૂજયતમ પુરુષોએ સિક્રે-ઉપદેશેલ હોય તે જ ખરો ધર્મ છે. તેમાં ઉદ્યમ કરવો જોઈએ.

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154