Book Title: Jivvichar Prakaran
Author(s): Shantisuri, 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 122
________________ જીવવિચાર પ્રકરણ ૧૦૫ વાણવ્યંતરના બબ્બે ગણતાં ૩ર, જ્યોતિષ્કમાં માત્ર સૂર્ય અને ચંદ્ર એ છે. અને વૈમાનિકના નવમા-દશમા દેવલોકનો એક અને અગિયારમાં –બારમાનો એક-બાકીના પ્રથમ આઠ વિમાન દેવલોકનો દરેકનો એક-એક એમ ગણતાં ૧૦, એમ કુલ ૬૪ ઇન્દ્રો થયા. ઇન્દ્ર એટલે દેવોનો રાજા. એવી રીતે રાજા દેવ, નોકર દેવ વગેરે જાતની આપણી સામાજિક વ્યવસ્થા-કલ્પ પ્રમાણે, જે દેવોમાં પણ એવી એવી સામાજિક વ્યવસ્થા છે, તે કલ્પોપપન્નકલ્પયુક્ત કહેવાય છે. અને એવી વ્યવસ્થા વગરના દેવો-રૈવેયક અને અનુત્તર દેવો છે. તેથી તેઓ કલ્પાતીત એટલે કે એવા કલ્પ રહિત છે. તીર્થંકર પ્રભુના કલ્યાણકોમાં કલ્પોપપન્ન દેવો જ આવીને મહોત્સવ વગેરે કરે છે. મૂળ ગાથામાં વૈમાનિક દેવોના જે બે ભેદ બતાવ્યા છે, તે કલ્પોપપન્ન અને કલ્પાતીત એ બે ભેદ સમજવા, અનુત્તર અને રૈવેયકો સિવાયના બધા દેવો કલ્પોપપન્ન છે, તે સમજાય તેવું છે. કલ્પોપપન્નઃ ૧૦ ભવનપતિ, ૧૫ પરમાધાર્મિક, ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર, ૫ ચરજયોતિષ્ક, પ સ્થિર જયોતિષ્ક, ૧૨ કલ્પવાસી, ૧૦ તિર્યક્વંભક, ૩ કિલ્બીષિક, ૯ લોકાંતિક એમ ૮૫ ભેદ છે. કલ્પાતીતઃ ૯ રૈવેયક અને ૫ અનુત્તર અને એમ ૧૪. સર્વ મળી દેવોના ૯૯ ભેદોના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગણતાં કુલ ૧૯૮ ભેદો થાય છે.

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154