________________
જીવવિચાર પ્રકરણ
૧૦૫
વાણવ્યંતરના બબ્બે ગણતાં ૩ર, જ્યોતિષ્કમાં માત્ર સૂર્ય અને ચંદ્ર એ છે. અને વૈમાનિકના નવમા-દશમા દેવલોકનો એક અને અગિયારમાં –બારમાનો એક-બાકીના પ્રથમ આઠ વિમાન દેવલોકનો દરેકનો એક-એક એમ ગણતાં ૧૦, એમ કુલ ૬૪ ઇન્દ્રો થયા.
ઇન્દ્ર એટલે દેવોનો રાજા. એવી રીતે રાજા દેવ, નોકર દેવ વગેરે જાતની આપણી સામાજિક વ્યવસ્થા-કલ્પ પ્રમાણે, જે દેવોમાં પણ એવી એવી સામાજિક વ્યવસ્થા છે, તે કલ્પોપપન્નકલ્પયુક્ત કહેવાય છે. અને એવી વ્યવસ્થા વગરના દેવો-રૈવેયક અને અનુત્તર દેવો છે. તેથી તેઓ કલ્પાતીત એટલે કે એવા કલ્પ રહિત છે. તીર્થંકર પ્રભુના કલ્યાણકોમાં કલ્પોપપન્ન દેવો જ આવીને મહોત્સવ વગેરે કરે છે.
મૂળ ગાથામાં વૈમાનિક દેવોના જે બે ભેદ બતાવ્યા છે, તે કલ્પોપપન્ન અને કલ્પાતીત એ બે ભેદ સમજવા, અનુત્તર અને રૈવેયકો સિવાયના બધા દેવો કલ્પોપપન્ન છે, તે સમજાય તેવું છે.
કલ્પોપપન્નઃ ૧૦ ભવનપતિ, ૧૫ પરમાધાર્મિક, ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર, ૫ ચરજયોતિષ્ક, પ સ્થિર જયોતિષ્ક, ૧૨ કલ્પવાસી, ૧૦ તિર્યક્વંભક, ૩ કિલ્બીષિક, ૯ લોકાંતિક એમ ૮૫ ભેદ છે.
કલ્પાતીતઃ ૯ રૈવેયક અને ૫ અનુત્તર અને એમ ૧૪. સર્વ મળી દેવોના ૯૯ ભેદોના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગણતાં કુલ ૧૯૮ ભેદો થાય છે.