________________
૧૧૦
જીવવિચાર પ્રકરણ
તે હજાર જોજન ઉંડા જળાશયોમાં તથા અઢી દ્વીપની બહારનાં જળાશયોમાં થતી કમળની નાળો તથા વેલાઓને આશ્રયીને સમજવું. ૨૭.
૨. વિકલેન્દ્રિયોના શરીરની ઉંચાઈ बारस-जोयण तिनेव, गाउआ जोयणं च अणुक्कमसो । बेइंदिय-तेइंदिय, चउरिदिय-देहमुच्चत्तं ॥ २८ ॥ अन्वयः વેવિય-તે-દિય-રવિ-દમુશ્વતં મજુવો . વારસ-ગોવા, તિન્નેવ ઉમા, વ ગોય. . ર૮ |
શબ્દાર્થ દેહ - શરીરની, ઉચ્ચત્ત- ઉંચાઈ, દેહમુચ્ચત્ત-શરીરની ઉંચાઈ, બારસ- બાર, જોયણ-યોજન, તિવ- ત્રણ જ, ગાઉઆગાઉ, અણુક્કમસો- અનુક્રમે. ૨૮.
ગાથાર્થ બે-ઇન્દ્રિય, તે-ઇન્દ્રિય અને ચરિન્દ્રિયના શરીરની ઉંચાઈ અનુક્રમે બાર યોજન, ત્રણ ગાઉ અને (એક) યોજન છે. ૨૮.
સામાન્ય વિવેચન સ્વયંભૂરમણ સમુદ્રમાં થતા શંખો વગેરે અને અઢીદ્વીપની બહાર થતા કાનખજૂરા વગેરે તથા ભમરા વગેરેના શરીરની ઉંચાઈ એટલે લંબાઈ આ ગાથામાં જણાવેલા માપ પ્રમાણે વધારેમાં વધારે હોય છે. આ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા જીવો અઢીદ્વીપની બહાર હોય છે.