________________
૧ ૨ ૨
જીવવિચાર પ્રકરણ
ગાથાર્થ એ પ્રકારે અવગાહના અને આયુષ્યનું પ્રમાણ ટુંકામાં કહ્યું. (પણ) એમાં જે વિશેષ હકીકત છે, તે મોટાં સૂત્રોથી જાણવી.
સામાન્ય વિવેચન આ પ્રકરણમાં દરેક બાબતો માત્ર ટુંકમાં જ સમજાવી છે. દરેક જીવના દરેક દરેક મુખ્ય ભેદોના પેટા ભેદોના પણ શરીરની ઉંચાઈ તથા આયુષ્ય બીજા ગ્રંથોમાં વિગતવાર બતાવ્યા છે. તેથી તે તેવા મોટા ગ્રંથોમાંથી ખાસ સમજી લેવા. તો પણ કેટલીક સમજવા જેવી બાબતો વિશેષ વિવેચનમાં અમે બતાવીશું. ૩૯.
૩. સ્વકાયસ્થિતિ દ્વાર.
૧. એકેન્દ્રિયોની સ્વકાયસ્થિતિ. एगिदिया य सव्वे, असंख उस्सप्पिणी सकायम्मि । ૩વવÍતિ રતિ ય, મત-યા માતામો | ૪૦ છે. अन्वयः सव्वे अगिंदिया अणंत-काया, सकायम्मि असंख य । अणंताओ उस्सप्पिणी, उववज्जंति य चयंति ॥ ४० ॥
શબ્દાર્થ ઉસ્સપ્રિણી-ઉત્સર્પિણી ઉંચે ચડતી, ઉચે ચડતો કાળ અને વચ્ચે અવસર્પિણી-એટલે નીચે ઉતરતો કાળ પણ આવે છે, તેથી અહીં ઉત્સર્પિણી અને અવસર્પિણી એમ બંને કાળ. અસંખ-અસંખ્યાત, સકાયમ્મુિ-પોતાની કાયામાં એકની એક જાતના જીવભેદમાં, ઉવવર્જતિ-ઉપજે છે. ચયંતિ-મ્યુવે છે, મરે છે. અસંતકાયાઅનંતકાય, સાધારણ વનસ્પતિકાય. અસંતાઓ- અનંત. ૪૦