________________
૫૮
જીવવિચાર પ્રકરણ
કરીને એ પદોથી મંગલાચરણ જણાવ્યું છે. મંગલાચરણ કરવાથી ગ્રંથ રચનાર, ભણનાર તથા ભણાવનારનાં વિઘ્નો દૂર થાય છે. વિઘ્નો દૂર કરવા માટે હૃદયના ભાવથી કરેલું ને તેથી ભાવમંગલ પ્રકરણની શરૂઆતમાં મંગલાચરણ કરવાના શિષ્ટ પુરુષોના આચારની પ્રવૃત્તિ શિષ્યોમાં પણ ચાલુ રહેવી જોઈએ, એમ સમજાવવા માટે ગાથારૂપે લખવામાં આવેલું છે.
૨. જીવનું કાંઈક સ્વરૂપ- એ પદોથી આ પ્રકરણમાં જેનો વિચાર કરવાનો છે, તે વિષય જણાવ્યો છે.
૩. જેમ પૂર્વના આચાર્યોએ કહ્યું છે, તેમ-આ પદોથી, માત્ર પોતાના મનની કલ્પનાથી ન કહેતાં “પૂર્વના આચાર્યોએ એમ કહ્યું છે, અને પોતાને પણ આચાર્ય પરંપરાએ પોતાના ગુરુ મારફત જે પ્રમાણે જીવના સ્વરૂપનું જ્ઞાન મળ્યું છે.” તે પ્રમાણે કહેવાનું છે. એથી પ્રકરણનો ગુરુ પરંપરાનો સંબંધ જણાવાયો છે.
૪. અજ્ઞાન જીવોને સમજાવવા - એ પદોથી આ પ્રકરણ રચવાનું પ્રયોજન જણાવ્યું છે. બીજા મોટા ગ્રંથોમાંથી અજ્ઞાન જીવો સમજી ન શકે, માટે આ નાનું પ્રકરણ રચ્યું છે.
પ. અજ્ઞાન જીવોને-આ પદોથી, જૈનધર્મ ઉપર શ્રદ્ધાવાળા હોય, જીવવિચારથી અજાણ છતાં જીવવિચાર જાણવાની ઇચ્છાવાળા હોય, તેવા જીવો આ પ્રકરણ ભણવાના અધિકારી હોવાનું સૂચવ્યું છે.
જીવ અને આત્મા શબ્દો-આ બન્નેય શબ્દો એક જ અર્થવાળા હોવા છતાં, તેનો વપરાશ સામાન્ય રીતે જુદી જુદી રીતે કરવામાં આવે છે. તે ઉપર ખાસ ખ્યાલ રાખવો.