Book Title: Jivvichar Prakaran
Author(s): Shantisuri, 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 110
________________ જીવવિચાર પ્રકરણ ૯૩ પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંચ જીવો તેના મુખ્ય ત્રણ ભેદો અને કેટલાક જલચર જીવો जलयर-थलयर-खयरा, तिविहा पंचिंदिया तिरिक्खा य । કુસુમાર-મચ્છ-છવ-હા-મારી નનવારી | ૨૦ | अन्वयः जलयर-थलयर-खयरा, तिविहा पंचिंदिया तिरिक्खा य । सुसुमार-मच्छ-कच्छव-गाहा-मगरा य जलचारी ॥ २० ॥ શબ્દાર્થ જલયર- પાણીમાં રહેનારા, થલયર- જમીન ઉપર રહેનારા, ખયરા- ખેચર, આકાશમાં ઉડનારા, તિરિખા- તિર્યંચો, સુસુમારમગરમચ્છ, મચ્છ- માછલાં, કચ્છવ- કાચબા, ગાહા- ગ્રાહ, ઝુંડ, મગરા- મગર, જલચારી- જલચર જીવો. ૨૦. ગાથાર્થ પાણીમાં રહેતા, જમીન ઉપર રહેતા અને આકાશમાં ઉડતા એમ ત્રણ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચો છે. મોટા મગરમચ્છ, માછલાં, કાચબા, ઝુંડ (ગ્રાહ) અને મગર એ પાણીમાં રહે છે. સામાન્ય વિવેચન અહીં જણાવેલા ત્રણ પ્રકાર પંચેન્દ્રિય તિર્યંચોના છે. અહીં તિર્યંચ શબ્દની આગળ પંચેન્દ્રિય વિશેષણ છે. તેથી જણાય છે કે ૧૮ મી ગાથા સુધીમાં આવેલા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય પણ તિર્યંચો જ છે, પરંતુ તેઓ વિકસેન્દ્રિય તિર્યંચો કહેવાય છે. કેમ કે તેઓને સંપૂર્ણ પાંચેય ઇન્દ્રિયો હોતી નથી. વિકલ એટલે ઓછી, પાંચ સ્થાવર એકેન્દ્રિય કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154