________________
જીવવિચાર પ્રકરણ
૯૩
પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંચ જીવો તેના મુખ્ય ત્રણ ભેદો અને કેટલાક જલચર જીવો जलयर-थलयर-खयरा, तिविहा पंचिंदिया तिरिक्खा य । કુસુમાર-મચ્છ-છવ-હા-મારી નનવારી | ૨૦ | अन्वयः जलयर-थलयर-खयरा, तिविहा पंचिंदिया तिरिक्खा य । सुसुमार-मच्छ-कच्छव-गाहा-मगरा य जलचारी ॥ २० ॥
શબ્દાર્થ જલયર- પાણીમાં રહેનારા, થલયર- જમીન ઉપર રહેનારા, ખયરા- ખેચર, આકાશમાં ઉડનારા, તિરિખા- તિર્યંચો, સુસુમારમગરમચ્છ, મચ્છ- માછલાં, કચ્છવ- કાચબા, ગાહા- ગ્રાહ, ઝુંડ, મગરા- મગર, જલચારી- જલચર જીવો. ૨૦.
ગાથાર્થ પાણીમાં રહેતા, જમીન ઉપર રહેતા અને આકાશમાં ઉડતા એમ ત્રણ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચો છે. મોટા મગરમચ્છ, માછલાં, કાચબા, ઝુંડ (ગ્રાહ) અને મગર એ પાણીમાં રહે છે.
સામાન્ય વિવેચન અહીં જણાવેલા ત્રણ પ્રકાર પંચેન્દ્રિય તિર્યંચોના છે. અહીં તિર્યંચ શબ્દની આગળ પંચેન્દ્રિય વિશેષણ છે. તેથી જણાય છે કે ૧૮ મી ગાથા સુધીમાં આવેલા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય પણ તિર્યંચો જ છે, પરંતુ તેઓ વિકસેન્દ્રિય તિર્યંચો કહેવાય છે. કેમ કે તેઓને સંપૂર્ણ પાંચેય ઇન્દ્રિયો હોતી નથી. વિકલ એટલે ઓછી, પાંચ સ્થાવર એકેન્દ્રિય કહેવાય છે.