________________
જીવવિચાર પ્રકરણ
૬૫
ગાથાર્થ સ્ફટિક, મણિ, રત્ન, પરવાળાં, હિંગળો, હડતાળ, મણસીલ, પાર, સોનું વગેરે ધાતુઓ, ખડી, રમચી, અરણેટ્ટો અને પારેવો, અબરખ, તેજંતુરી, ખારો, માટી અને પત્થરની અનેક જાતિઓ, સુરમો અને મીઠું વગેરે પૃથ્વી(જીવો)ના ભેદો (છે.) ૩-૪.
સામાન્ય વિવેચન સ્ફટિક - આરપાર દેખાય તેવો પારદર્શક કિંમતી પથ્થર છે.
આમાંથી માળા અને પ્રતિમાઓ બને છે. મણિ- સમુદ્રમાં થાય છે, તે. રત્નો- ખાણોમાં કર્કેતન વગેરે અનેક જાતના થાય છે. પરવાળા- લાલ રંગના છે. સમુદ્રમાં થાય છે. તેની અનેક ચીજો
બને છે. પરવાળાના મોટા મોટા બેટો હોય છે. હિંગળો- લાલ રંગના ગાંગડા ગાંધીને ત્યાં મળે છે. તેમાંથી પણ
પારો નીકળે છે. હડતાળ- ખાણમાંથી નીકળતી એક જાતની પીળા રંગની માટી
જેવી ઝેરી વસ્તુ છે. તે ઔષધ તરીકે તથા લખેલા
પુસ્તકના નકામા અક્ષરો છેકી નાંખવામાં વપરાય છે. મણસિલ- એ પણ હડતાળ જેવી જ ઝેરી વસ્તુ છે. અને
ઔષધોમાં કીમીયાગિરીમાં વપરાય છે. પારો- સફેદ હોય છે. તે અનાજના કોઠારોમાં તથા અનેક
ઔષધો બનાવવામાં વપરાય છે.