________________
જીવવિચાર પ્રકરણ
શબ્દાર્થ ઉલ્મામગ- ઉત્ક્રામક, ઉચે ભમતો, ઉક્કલિયા-ઉત્કલિકનીચે ભમતો, મંડલિ-વંટોળિયો, મહ-મોટો અથવા, મુહ-મુખનો વાયુ, સુદ્ધ-શુદ્ધ, મંદ મંદ વાતો વાયુ, ગુંજ-ગુંજારવ કરતો વાયુ, ઘણ-ઘાટો, તણ- પાતળો, વાય- વાયુ, આઈઆ- વગેરે, ખલુ - જ. વાઉકાયસ્સ - વાયુકાય જીવોના. ૭.
ઉંચે ભમતો, નીચે ભમતો, વંટોળિયો, મોટો કે મોઢાનો, શુદ્ધ અને ગુંજારવ કરતો વાયુ. ઘાટો અને પાતળો વાયુ વગેરે વાયુ (રૂપ) કાય-શરીરવાળા (જીવો)ના જ ભેદો છે. ૭.
સામાન્ય વિવેચન ઉભ્રામક ઉચે ભમતો વાયુ ઘાસ વગેરેના તણખલાને ઉંચે
ભમાવે છે, અને પોતાના ચક્રાવામાં સંડોવે છે. જેનું
બીજું નામ સંવર્તક વાયુ પણ છે. ઉત્કલિક- નીચે નીચે ભમતો થોડી થોડી વારે વાય છે. જેથી
ધૂળમાં રેખાઓ પડે છે. મંડળી- ચક્રાવા ખાતો વાયુ છે; તે. મહ કે મુહ-મોટો વંટોળિયો અથવા મોઢામાંથી નીકળતો વાયુ,
પરંતુ તે સચિત્ત હોય છે. શુદ્ધ- મંદ મંદ વાતો પવન. ઘન-વાત અને તન-વાત એટલે ઘાટો અને પાતળો વાયુ.
દેવવિમાનો અને નારક ભૂમિઓની નીચે રહેલા