________________
જીવવિચાર પ્રકરણ
પાંચેય, પુઢવાણો- પૃથ્વીકાય જીવો વગેરે. સયલ-લોએ-આખા લોકમાં, સુહુમા - સૂક્ષ્મ, અંતમુહુત્તાઊ- અંતર્મુહૂર્તના આયુષ્યવાળા. નિયમા- ચોક્કસ, જ. અદિસા- અદશ્ય, ન દેખાય એવા ૧૪.
ગાથાર્થ પ્રત્યેક વનસ્પતિકાય સિવાય પૃથ્વીકાય જીવો વગેરે પાંચેયના સૂક્ષ્મભેદો છે. તે અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અને અદશ્ય આખાયે લોકમાં રહેલા છે જ. ૧૪.
સામાન્ય વિવેચન આ ગાળામાં સૂક્ષ્મ પૃથ્વીકાય વગેરે સૂક્ષ્મ સ્થાવર જીવોની વાત કરી છે. ૩જી ગાથાથી ૧૩મી ગાથા સુધી જે ભેદો ગણાવ્યા છે, તે બધા સ્થૂલ એટલે બાદર પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય જીવોના ભેદો ગણાવ્યા છે.
વનસ્પતિકાય જીવોના સાધારણ અને પ્રત્યેક એ બે ભેદો છે. એ રીતે ગણતાં સ્થાવરના છ પ્રકારમાં-પ્રત્યેક વનસ્પતિકાય સૂક્ષ્મ હોતા નથી, તે તો માત્ર બાદર જ હોય છે. એટલે છ પ્રકારમાંબાદર છ અને સૂક્ષ્મ પાંચ હોય છે. કુલ ૧૧ ભેદો થાય. તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગણતાં ૨૨ ભેદો થાય છે.
બાદર-એટલે એક કે ઘણા શરીરો ભેગા થવાથી દેખી શકાય તે.
સૂમ- એટલે કે ઘણા શરીરો ભેગા થાય તો પણ ચર્મચક્ષુથી અદશ્ય- ન દેખી શકાય તે.
તે સૂક્ષ્મ જીવો ચૌદેય રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે.