________________
જીવવિચાર પ્રકરણ
૮૧
બાદર જીવો ચૌદેય રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા નથી હોતા. માત્ર અમુક અમુક સ્થાનમાંજ અમુક જીવો હોય છે.
અંતર્મુહૂર્ત એટલે-૯ સમય તે જઘન્ય અંતર્મુહૂર્ત, અને બે ઘડીમાં એક સમય ઓછું તે-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. તે બન્નેની વચ્ચેનું મધ્યમ અંતર્મુહૂર્ત.
આ પાંચેય સૂક્ષ્મ જીવોનું આયુષ્ય માત્ર મધ્યમ અંતર્મુહૂર્ત (ઓછામાં ઓછું ૨૫૬ આવલિકા) જેટલું જ હોય છે.
સૂક્ષ્મ પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, એ ચારેય પ્રકારના સૂક્ષ્મ જીવોના એક શરીરમાં એક જ જીવ હોય છે. અને સાધારણ વનસ્પતિકાયના સૂક્ષ્મ ભેદના જીવોના પણ એક શરીરમાં અનંત જીવો હોય છે.
પૃથ્વીકાયવગેરે પ્રત્યેક જીવો છે, કારણ કે તેઓના એક શરીરમાં એક જ જીવ હોય છે. તેઓનો સાધારણ એવો બીજો ભેદ ન હોવાથી જુદો ભેદ પાડી બતાવ્યો નથી. પરંતુ વનસ્પતિકાયમાં સાધારણ ભેદ જુદો હોવાથી તેના પ્રત્યેક અને સાધારણ એ બે ભેદો જુદા જુદા બતાવ્યા છે.
સ્થાવર જીવોના કુલ ભેદો ૨૨ ભેદોમાં-૪ ભેદ સાધારણ છે અને બાકીના ૧૮ ભેદ પ્રત્યેક છે. ૨૨ માં ૧૦ ભેદ સૂક્ષ્મ છે અને ૧૨ ભેદ બાદર છે. ૧૧ પર્યાપ્ત, ૧૧ અપર્યાપ્ત છે. પૃથ્વી-૪, અપ. ૪, તેઉ. ૪, વાયુ. ૪, વન. ૬ (૪ સાધારણ, ૨ પ્રત્યેક)= ૨૨.૪ નિગોદ, ૧૮ અનિગોદ=૨૨.