________________
જીવવિચાર પ્રકરણ ધાતુઓ સોનું, રૂપું, ત્રાંબું, કલાઈ, સીસુ, જસત, લોઢું તથા
બીજી પણ અનેક ધાતુઓ જમીનમાંથી નીકળે છે. તે દરેક પૃથ્વીકાય જીવો છે. પાટી ઉપર અક્ષરો લખવા માટે કે ગામડામાં ભીંતો
ધોળવા માટે વપરાય છે. રમચી- આ લાલ રંગની માટી કુંભારને ત્યાં હોય છે. અરણેઢો- અને પારેવો- એક જાતના પોંચા પત્થર થાય છે. અબરખ- જુદા જુદા પાંચેય રંગના હોય છે. ખાણમાંથી નીકળે
ખડી
તેજંતુરી- આ એક જાતની માટી છે. લોઢાના રસમાં તે
નાંખવામાં આવે, તો લોઢું સોનું બની જાય છે. ખારો- અનેક જાતના ખારો જેવા કે સાજીખાર, નવસાર,
ધોવાનો પાપડીયો ખાર, જવખાર વગેરે. માટી-
કાળી, ધોળી, લાલ, ભૂખરી, ચીકણી, ખરબચડી, કાળી હતી
પીળી વગેરે ઘણી જાતની હોય છે. પત્થરો
ધોળા, કાળા, ભૂખરવા, આરસ, અકીક, ચીલોડી, મગશીલ, લાલ, પીળા, ચીકણા, બરડ વગેરે અનેક
જાતના પથ્થરો ખાણોમાંથી નીકળે છે. સવીરંજન- આંખમાં આંજવાનો ધોળો, કાળો, સુરમો. મીઠું- વડાગરું, ઘસીયું, સિંધવ, બિડલવણ, કાચલવણ
વગેરે જાતનું હોય છે.