________________
પ૬
જીવવિચાર પ્રકરણ
જીવ વિષેના વિચારો શ્રી જીવાભિગમ-સૂત્ર, શ્રી પન્નવણાસૂત્ર તથા શ્રી ભગવતીસૂત્ર વગેરે અનેક પૂજ્ય આગમ ગ્રંથોમાં અને પંચસંગ્રહ, કર્મગ્રંથાદિક મોટા મોટા પ્રકરણ ગ્રંથોમાં ઘણા જ વિસ્તારથી આપવામાં આવેલા છે. પરંતુ સામાન્ય બુદ્ધિવાળા મનુષ્યો શરૂઆતમાં તે સમજી શકે નહીં, માટે પૂર્વના ઘણા ઉપકારી આચાર્ય મહારાજાઓએ ટુંકામાં જીવનું સ્વરૂપ બતાવનારા ઘણા પ્રકરણો રચ્યાં છે. તેમાંનું શ્રી શાન્તિસૂરીશ્વરજી મહારાજનું રચેલું આ જીવવિચાર પ્રકરણ હાલમાં વિશેષ પ્રચલિત છે.
તેનો સારી રીતે અભ્યાસ કરી, બની શકે તો સર્વ જીવોની સંપૂર્ણ રક્ષા કરવા; તેમ ન બને તો, નિરપરાધી ત્રસ જીવોની રક્ષા કરવા, સ્થાવર જીવોની જયણા પાળવા દરરોજ ઉદ્યમવંત રહેવું જોઈએ.
આગળ ઉપર ગ્રંથકાર આચાર્ય ભગવંતશ્રીએ પણ રે બો ૩ઝ ધખે ! (૧૦) “હે ભવ્ય લોકો ! ધર્મમાં ઉદ્યમ કરો” એ પ્રમાણે સ્પષ્ટ શબ્દોમાં ધર્મમાં ઉદ્યમ કરવાની ભલામણ કરી છે. ધર્મમાં ઉદ્યમ કરવો, એ દરેકની સામાન્ય ફરજ છે, આ જીવવિચારનું જ્ઞાન તેમાં વિશેષ મદદ આપશે. જીવવિચાર ભણ્યા પછી તો વધારે સારી રીતે ધર્મમાં ઉદ્યમ કરવો એ જીવવિચાર ભણવાનું ફળ છે.