________________
જીવવિચાર પ્રકરણ
૧.
સંબંધ આ જગતમાં આપણે જ્યાં જ્યાં નજર નાંખીશું, ત્યાં ત્યાં દરેક ઠેકાણે આપણને બે જાતના પદાર્થો જોવામાં આવે છે. (૧) તેમાંના-કેટલાક કોઈ એક ઠેકાણે પડ્યા રહેલા
જણાશે. એમાંનાં કેટલાક પૃથ્વી વગેરે રૂપે સજીવ છે, ને ટેબલ, ખુરશી જેવા નિર્માણ કરાયેલા પદાર્થો જડ
છે.
૨.
(૨) અને કેટલાક હરતા-ફરતા, કામ કરતા, ખાતા
પીતા, શ્વાસ લેતા, ઉઠતા-બેસતા જોવામાં આવે છે. આ બધા તો સજીવ જ છે, તેથી જીવરૂપે ઓળખી
શકાશે. આ પ્રકરણમાં એ જીવતા પદાર્થો કેવા અને કેટલા છે? તેનું ટુંકમાં જ્ઞાન આપવાનું છે.
જીવોનું જ્ઞાન કરવાની જરૂર એટલા જ માટે છે, કે જીવોને સુખ-દુઃખ થાય છે. આપણે પણ જીવો છીએ, કારણ કે આપણને પણ સુખ-દુ:ખ થાય છે.
એક જીવ તરફથી પણ બીજા જીવને સુખ-દુઃખ થાય છે કેમકે દરેક જીવને ઓછી-વધતી લાગણીઓ હોય છે.
દુઃખ આપનારને સામું દુઃખ આપવાની લાગણી થાય છે, એટલું જ નહીં, પરંતુ બીજા જીવોને દુઃખ આપવાના પ્રયત્નો પણ કરતા જીવો જોવામાં આવે છે.પરસ્પર વેરભાવ આમ વધે છે.