________________
પર
શ્રાવક કવિ ઋષભદાસ કૃત લંબાઈનાં પત્ર (પાના) બનાવવા હોય એટલા કાપી લેવાના જેનાથી એ લખવાના કામમાં આવે. એને શંખ, કોડી કે લીસા પથ્થર આદિથી ઘસીને લખવાયોગ્ય બનાવતા હતા.
કાગળ - ભારતમાં કાગળ પ્રાચીન કાળથી બનતા હતા તે નીચેના અવતરણ પરથી ખ્યાલ આવે છે.
‘ઈ.સ. પૂર્વે ચોથા સૈકામાં ચડી આવેલા બાદશાહ સિકંદરનો સેનાપતિ નિઆર્કસ પોતાના યુદ્ધ વૃત્તાંતમાં લખે છે કે
“મારતવાસી લોકો ને છૂટી ફૂટીને છ વનાવતા.” આ ઉપરથી આપણે ત્યાં કાગળો બનાવવાનો પ્રઘાત પણ ઘણો જૂનો જણાય છે. અહીં બનતા એ કાગળો સારા ટકાઉ હતા.” (સન્મતિ પ્રકરણ (સિદ્ધસેન દિવાકર કૃત) - અ. સુખલાલ સંઘવી. અ. બેચરદાસ દોશી. પૃ. ૪) ગુજરાતમાં પુસ્તકો લખવા માટે અમદાવાદી તેમ જ કાશ્મીરી કાગળનો ઉપયોગ થાય છે. કાશ્મીરી કાગળો સૌથી વધારે ટકાઉ છે. આ કાગળો રેશમના બનતા હોઈ એટલા બધા મજબૂત હોય છે કે તેને ઘણા જોરથી આંચકો મારવામાં આવે તો પણ ફાટે નહિ. જો કે આ કાગળ ત્યાંના સરકારી ખાતામાં વપરાય છે માટે ઓછા મળે છે તેથી અમદાવાદી કાગળનો ઉપયોગ વધારે થાય છે.
|
(સન્મતિ પ્રકરણ પૃ. ૯૪) બીજા સાંગાનેરી કાગળ જયપુર રાજસ્થાનમાં પ્રાપ્ય છે તે પણ કાશ્મીરી કાગળ. જેવા ટકાઉ છે. ૭૦૦ થી ૯૦૦ વર્ષ ટકે છે. તે શણના માવામાંથી બને છે.
(ભગવદ્ ગોમંડળ - લે. ભગવતસિંહજી. પૃ. ૬૮૨૬) ખાદી કાગળ ૧૦૦ થી ૧૫૦ વર્ષ ટકે છે. મીલના કાગળ ૫૦ -૧૦૦ વર્ષ ટકે છે. ભો૫ત્ર - એક જાતના ઝાડની પાતળી આંતર છાલ. આગળ જ્યારે કાગળ ન હતા ત્યારે એની ઉપર લખાણ લખાતાં હતાં હાલમાં એના પાન મંત્ર-યંત્રમાં કામ આવે છે.
(શ્રુત કલ્યાણ વિશેષાંક પૃ. ૯૪). આ બધામાં તાડપત્ર અતિ ઉત્તમ. કાશ્મીરી, સાંગાનેરી કાગળ ઉત્તમ, ખડતાલ તાડપત્ર મધ્યમ, ખાદી કાગળ જઘન્ય, મીલના કાગળ અતિજઘન્ય છે. (શ્રુત કલ્યાણ વિશેષાંક સં. કીરચંદ જે. શેઠ, મનોજ શેઠ - ૨૦૦૬, પૃ. ૯૪) બીજી સદીના મનાયેલાં તાડપત્રના અને ચોથી સદીના મનાયેલાં ભોજપત્રનાં લિખિત પાના આજે પણ ઉપલબ્ધ છે. (સન્મતિ પ્રકરણ પૃ. ૪) કપડું – ઘઉંના આટાની ખોળ બનાવી તેને કપડા પર લગાડવી તે સુકાઈ ગયા પછી તે કપડાને અકીકના અગર તેવા કોઈ પણ પ્રકારના ઘંટા વડે ઘૂંટવાથી તે કપડું લખવાને લાયક બને છે. કપડાનો ઉપયોગ પુસ્તક લખવા કરતાં મંત્રવિદ્યા