________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૦૯ છે. અને વ્યક્તિને પોતાના આત્માનું સીધું અવ્યવહિત (immidiate) જ્ઞાન થાય છે.
આમ મધ્યકાલીન ખ્રિસ્તી ચિંતનમાં તર્કબુદ્ધિ (reason) ઉપરાંત સંકલ્પતત્ત્વને આત્માના સ્વરૂપમાં મહત્ત્વનું સ્થાન મળ્યું હતું.
૧૯ મી સદીમાં ચિંતક શ્રી હેગલે વસ્તુનિષ્ઠ વિચારવાદ (objective idealism) રજૂ કર્યો. તેમાં પરમતત્ત્વને અથવા સáસ્તુ (reality) ને તર્કબુદ્ધિ અથવા વિચારતત્ત્વ તરીકે ગણાવીને એ સ્પષ્ટ કર્યું છે કે પ્રકૃતિ અને મનુષ્ય - ચેતના એ પ્રક્રિયારૂપ કે ગત્યાત્મક એવા નિરપેક્ષ (absolute) તત્ત્વ (Spirit) નું સત્ત્વ સ્વાતંત્ર્ય કે મુક્તિ (Freedom) છે. તેમ જ નિરપેક્ષ તત્ત્વ એ વિષયીરૂપ આત્મતત્ત્વ (Subjective Spirit) અને વિષયરૂપ આત્મતત્વ (Objective spirit) એકત્વ છે એ તેમણે સ્પષ્ટ કર્યું છે.
વીસમી સદીના તત્ત્વ ચિંતનમાં તાર્કિક પ્રત્યક્ષવાદ, અસ્તિત્વવાદ, વ્યવહારવાદ (Pragmatism) કે પ્રતિભાસ મીમાંસા (Phenomenology) જેવા તત્વચિંતનના અભિગમોમાં આત્મા દ્રવ્યરૂપ છે કે કેમ તેવા પ્રશ્નોને કોઈ જાતનું મહત્ત્વ આપવામાં આવ્યું નથી. તાર્કિક પ્રત્યક્ષવાદીને મતે આવા પ્રશ્નો અર્થહીન છે. અસ્તિત્વવાદ કે વ્યવહારવાદ મનુષ્ય કેન્દ્રી વિચારણા છે, આત્મકેન્દ્રી નહીં. પ્રતિભા મીમાંસામાં દુર્સેલના અભિગમમાં પણ વિષયી (Subject) નો ખ્યાલ મહત્ત્વનો છે. દ્રવ્ય (Substance) તરીકે આત્માનો ખ્યાલ મહત્ત્વનો નથી.
પ્રારંભિક ગ્રીક કે મધ્યકાલીન ખ્રિસ્તી પરંપરા ઉપરાંત ડેકાર્ટથી કાટ સુધી આત્મા અંગે જે જાતના પ્રશ્નોની જે રીતે વિચારણા થતી હતી તે રીતે વીસમી સદીમાં આત્મા અંગે વિચારણા થઈ નથી.
માર્કસવાદી “ડાયાલોટિકલ” ભૌતિકવાદમાં આત્માના અભૌતિક સ્વરૂપની કે તેની અમરતાની ચર્ચાને કોઈ સ્થાન ન હોય તે સમજી શકાય છે કારણ કે મનુષ્ય વિશેના માસવાદી ચિંતનમાં આધારવિધાનો જ પરંપરાગત વિચારવાદી (idealist) ચિંતન કરતાં જુદાં છે.
આમ તો અધિકાંશ પાશ્ચાત્ય દાર્શનિકોએ આત્મતત્વની ચર્ચા કરી છે તેમાંથી કેટલાક મહત્વના દાર્શનિકોના ચિંતન - મનનનું વિસ્તૃત તુલનાત્મક અધ્યયન અહીં રજૂ કરૂં છું.
રેને કાર્ય ૧) પાશ્ચાત્ય અર્વાચીન દર્શનના જનક શ્રી રેને ડેકાર્ટ અનુસાર આત્માનું સ્વરૂપ - આત્મા વિચારશીલ દ્રવ્ય છે તે સ્વતંત્ર (Free) ચેતન (Concions) અભૌતિક (Immaterial), 421] PICHS (Teleological or purposive), 21261 (simple), અવિભાજ્ય (Indivisible) તથા શાશ્વત (Eternal) છે.
જાણવું, ઇચ્છા કરવી તથા અનુભૂતિ કરવી આદિ માનસિક ક્રિયાઓ આત્માની