________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૬૫
સિદ્ધગતિમાં જઘન્ય ૧ સમયથી ઉત્કૃષ્ટ છ મહિના સુધીનું અંતર પડી શકે. (૧૩) અનુસમય દ્વાર - ૩૮૯-૩૯૪ (અંતરરહિત)
અનુસમય એટલે જીવો લગાતાર આઠ સમય સુધી સિદ્ધ થઈ શકે પછી અવશ્ય (૧ સમયથી છ મહિના સુધીનું) અંતર પડે.
આઠ સમય સુધી જીવો સિદ્ધ થાય એમાં (જઘન્ય એક) ઉત્કૃષ્ટ ૩૨ જીવો પ્રત્યેક સમયે સિદ્ધ થઈ શકે પછી અવશ્ય આંતરૂં પડે.. ૮ સમયમાં કુલ ૨૫૬ સિદ્ધ
થાય.
લગાતાર સાત સમય સુધી જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે અડતાલીસથી વધારે સિદ્ધ ન થાય.
લગાતાર છ સમય સુધી જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે સાઠ(૬૦) થી વધારે સિદ્ધ ન થાય.
લગાતાર પાંચ સમય સુધી જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે બોત્તેરથી થી વધારે સિદ્ધ ન થાય.
લગાતાર ચાર સમય સુધી જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે ચોર્યાસીથી વધારે સિદ્ધ ન થાય. લગાતાર સિદ્ધ ન થાય.
ત્રણ સમય સુધી જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે છઠ્ઠુંથી વધારે
લગાતાર બે સમય સુધી જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે એકસો બેથી વધારે સિદ્ધ ન થાય.
એક જ સમયમાં એકસો આઠ સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. બે થી સાત સમયવાળામાં પણ એ જ રીતે પછી અવશ્ય અંતર પડે.
(૧૪) ગુણણા દ્વાર - (ગણતરી) જધન્ય - ઉત્કૃષ્ટ સિદ્ધની ગણતરી (૩૯૫) એક સમયે જઘન્ય એક સિદ્ધ થાય ઉત્કૃષ્ટ એકસો આઠ સિદ્ધ થાય. (૧૫) અલ્પબહુત્ત્વ દ્વાર - ૩૯૬-૩૯૭
એકસો આઠ જીવો એક સાથે સિદ્ધ થાય એવા જીવો સર્વથી થોડા હોય. તેના કરતા એકસો સાત જીવો મોક્ષે જાય તે વિશેષાધિક હોય એમ ક્રમશઃ એક જીવ સિદ્ધ થાય ત્યાં સુધીના વિશેષાધિક સમજવા.
આમ કવિએ સિદ્ધગતિનું પ્રરૂપણ પણ રોચક શૈલીમાં કર્યું છે.
આમ શ્રાવક કવિ ઋષભદાસે ‘જીવવિચાર રાસ’માં ભાવપક્ષ-તાત્ત્વિક પક્ષનું સુંદર આલેખન કર્યું છે. જીવના પ્રકારો અને ઋદ્ધિ વિશે સૂક્ષ્માતિસૂક્ષ્મ, વિસ્તૃત અને દળદાર માહિતી પૂરી પાડી છે જે એમની તત્ત્વજ્ઞાન પ્રત્યેની રુચિને પ્રગટ કરે છે. એમનો આગમ અભ્યાસ આ કૃતિમાં ઝળહળે છે.