Book Title: Jeev Vichar Ras Ek Adhyayan
Author(s): Parvati Nenshi Khirani
Publisher: Saurashtra Kesri Pranguru

View full book text
Previous | Next

Page 552
________________ જીવવિચાર રાસ એક અધ્યયન પ૪૧ ૬. અમદાવાદની એલ. ડી. ઈન્ડોલોજી ઈન્સ્ટીટયૂટની મુલાકાત લીધી ત્યારે ત્યાંના ડીરેકટર ડો. જિતેન્દ્ર બી. શાહે અમને ખૂબજ સુંદર સહકાર આપ્યો. પ્રીતિબેન પંચોલીએ અમને હસ્તપ્રત સંબંધી જ્ઞાનસભર માહિતી આપી. સર્વપ્રથમ શિલાલેખમાં અક્ષરો કોતરાતા પછી તાડપત્રની પટ્ટી કેવી હોય એ બતાવી એના વ્યવસ્થિત ટુકડા કરીને એના પર કલમથી લખવામાં આવતું તે કલમ પણ બતાવી. કેટલીક હસ્તપ્રતો અને એમાં ત્રિપાઠ – પંચપાઠ વગેરે બતાવ્યા. અમારી આ મુલાકાત ખરેખર યાદગાર બની ગઈ. આ ઉપરાંત નીચેના ગ્રંથાગારોની મુલાકાત લીધી. ૭. અમીયાપુર તપોવનના (ગાંધીનગર). ૮. S.N.D.T. કોલેજ માટુંગા અને ચર્ચગેટ, ૯. સેન્ટ્રલ લાયબ્રેરી મુંબઈ. ૧૦. જૈન વિશ્વભારતી સંસ્થાન લાડનું. ૧૧. ગુજરાત યુનિવર્સિટી (અમદાવાદ). ૧૨. પાટણનું હેમચંદ્રાચાર્ય ગ્રંથાગાર અને સંગ્રહસ્થાન. ૧૩. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ. ૧૪. લીંબડીનો જ્ઞાનભંડાર. ૧૫. લાકડીઆ-કચ્છ વાગડ. ૧૬. સામખીઆરી-કચ્છ વાગડ. ૧૭. ફાર્બસ ગુજરાતી સભા જૂહ. ૧૮. જૈન સાહિત્ય વિકાસ મંડળ – ઈરલા – અંધેરી. ૧૯. ગુજરાતી સેવા મંડળ માટુંગા. ૨૦. તેરાપંથી ભવન – કાંદિવલી. ૨૧. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ' કોબા. ૨૨. જેસલમેરના ભંડાર. ૨૩. મુંબઈ યુનિવર્સિટી. ૨૪. M.D. કોલેજ, પરેલ – મુંબઈ. ૨૫. પંચગીની ઝાલાવાડ સેનેટોરીયમ. ૨૬. લોનાવાલા સ્થાનકવાસી આરોગ્યધામ. ૨૭. ડેવિડ સાસન - કાલાઘોડા. ૨૮. નવરોજી લેન ઘાટકોપર મુનિસુવ્રત દેરાસર. ૨૯. દેવલાલી અચલગચ્છ સંઘ. ૩૦. દેવલાલી કાંદાવાડીના સ્થાનકવાસી ઉપાશ્રય. ૩૧. દેવલાલી લીંબડી અજરામર સ્થાનકવાસી સંઘ. ૩૨. નાશિક – પંચવટી ઉપાશ્રય. ૩૩. અંતે જયાંથી મારો વિકાસ શરૂ થયો એ શ્રી માટુંગા સંઘની લાયબ્રેરીના પુસ્તકોની. આવ – જાવ આજ પર્યંત ચાલુ છે અને રહેશે. શ્રાવક કવિ ઋષભદાસ કૃત જીવવિચાર રાસ એક અધ્યયન સમાપ્ત -

Loading...

Page Navigation
1 ... 550 551 552 553 554