________________
૪૧૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત કે મોટા ધોબીઘાટ પણ હોય જ્યાં મોટા પ્રમાણમાં સાબુ, ચુના, ખારા, ખડીનો પ્રયોગ થતો હશે. સાબુ ત્યારે પણ વપરાતો હતો એ સિદ્ધ થાય છે. ગરમ પાણીમાં ઠંડું પાણી પણ ભેળવાતું હશે તેમ જ સમુદ્રના ખારા પાણીમાં નદીનું મીઠું પાણી પણ ભેળવાતું હશે.
અગ્નિકાય. ૧૯ સિંહા પણિ જીવ નહિ લણિ સુખી, જલ નિં યોગિ જીવ થયો દૂખી.
ડાટ્યો, ચાપ્યો, ઉઢયો વલી તેહનિ દૂખ ભાખઈ કેવલી.
આ ગાથાથી સ્પષ્ટ થાય છે કે ત્યારે ખંભાતમાં કંસારાકામ, લુહારકામ, સોનીકામ વગેરે મોટા પ્રમાણમાં થતું હશે જેમાં અગ્નિ પર પાણી નાંખવાની જરૂર પડતી હોય. લોઢું વગેરે ટીપવા માટે અગ્નિ પર ડાટાથી ઘણ પર મરાતા હશે. કલાઈ વગેરે કરવા માટે જમીનમાં ખાડો ખોદી, અગ્નિ પેટાવી એના પર વાસણ ઊંધા રાખીને ડાટતા હશે. એવી જ રીતે લુહારકામમાં ચાંપવામાં પણ આવતો હશે. તેમ જ આ બધા કામમાં અગ્નિને પ્રજવલિત કરવા માટે ધમણ વગેરેનો પ્રયોગ કરીને ખૂબ પ્રગટાવવામાં આવે છે. આ ગાથા દ્વારા કવિએ અગ્નિકાયના દુઃખનું વર્ણન કર્યું છે. (જીવદયા પાળવા માટે પ્રેરિત કરવા માગતા હશે.)
વાયુકાય ? પવનતણા - વઈરી વીજણા, વીજઈ વાય હણઈ જીવ ઘણા, સાસ ઉસાસ નર બોલઈ વણઈ, વાઈ જીવ અસંખ્યા હણઈ. ભૂંગલ ભેરિ નિં નીસાણ, વાજંતા દૂખવાય પરાણ, નાલિ તીરદિ ઘણનો ઘાય, ત્યાં દૂખ પામ્યો જંતૂ વાય.
વીંજણા એટલે હાથેથી પવન નાખવાનો પંખો અથવા તો મોટા પંખા જેને દોરીથી ખેંચીને વીંઝાય છે. એ વીંઝણાનું ચલણ ત્યારે સારા પ્રમાણમાં હતું. શ્વાસોચ્છવાસ અને સ્કૂલે મોઢે બોલવાથી વાયરાના જીવો હણાતા હોય છે. ભૂગલ, ભેરી, નિશાન આ બધા મંદિરોમાં વપરાતા વાજિંત્ર છે. એ વખતે ખંભાતમાં મંદિરોદેરાસરો વગેરેમાં આ સાધનો વપરાતા હશે. ત્યાં મંદિર દેરાસરોનું પ્રમાણ ઘણું હતું.
વનસ્પતિકાય નમિ સાધ જિન પૂજઈ પાય, સોય પુરૂષ એહનિ નવ્ય ખાય સમજી ધર્મ કંદ ભાગ કરઈ, સોય પુરૂષ મુરિખમાં સરઈ.
ધર્મ પાળનારાઓને ત્યાં પણ કદાચ કંદમૂળ આવતું હોય તો નવાઈ નહિ! જેથી કવિ આ ગાથા દ્વારા ઉપદેશ આપે છે કે ધર્મ સમજ્યા પછી કંદમૂળ તો ન જ ખવાય. ૩૯ સીપમાંહિ અવતરીઓ જસિં કાઢી તડકઈ નાખ્યો તિસઈ
ઈખઈમણ (દૂખઈ મણ) લહુ તિંસહી, તે વેદન નવ્ય જાઈ કહી.