Book Title: Jeev Vichar Ras Ek Adhyayan
Author(s): Parvati Nenshi Khirani
Publisher: Saurashtra Kesri Pranguru

View full book text
Previous | Next

Page 528
________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૫૧૭ હાથી, સસલાં, નોળિયા, ઉંદર વગેરેના જન્મ આ પ્રકારનો હોય છે. પૂર્વદોડ = ૮૪ લાખ વર્ષને એક પૂર્વાગ કહે છે. ૮૪ લાખ પૂર્વાગ (૮૪ લાખદ્રને ૮૪ લાખથી ગુણતાં ૭૦,૫૬૦ અબજ વર્ષ થાય)ને એક પૂર્વ કહે છે તેવા એક પૂર્વને એક ક્રેડથી. ગુણતાં પૂર્વદોડ થાય છે. તેમાં ૭૦૫૬ ઉપર સત્તર શૂન્ય (મીંડા) આવે છે. આટલા આયુષ્યને સૂત્રકારે સંખ્યાતા કાળના આયુષ્યની ઉપમા આપી છે. પુદ્ગલ - છ દ્રવ્યમાંનું પૂરણ - ગલન સ્વભાવવાળુ એક દ્રવ્ય. રૂપ, ગંધ, રસ, સ્પર્શથી યુક્ત અચેતન દ્રવ્ય. તેને પુદ્ગલાસ્તિકાય પણ કહે છે. પુદ્ગલપરાવર્તન - પુદ્ગલપરાવર્તન - આ વિશ્વમાં જેટલા પુદ્ગલો છે તે સમસ્ત પુગલોને કોઈ એક જીવ દ્વારા દારિક, વૈક્રિય, તેજસ, કામણ, મન, વચન શ્વાસોશ્વાસ આદિમાંથી કોઈપણ એકરૂપે ગ્રહણ કરવા અને મૂકવા, આ રીતે જીવનું પુગલમાં સમગ્ર પ્રકારે ગ્રહણ તે પુદ્ગલપરાવર્તન કોઈ એક જીવ સમગ્ર પુદગલોનું આવું પરાવર્તન જેટલા સમયમાં કરે તે સમયને પુદ્ગલ પરાવર્તન કહે છે. જીવ દ્વારા સાત પ્રકારે સમગ્ર પુદ્ગલો ગ્રહણ કરાતાં હોવાથી પુદ્ગલ પરાવર્તન સાત પ્રકારના છે. પૃથ્વીકાય - પૃથ્વી જ જેનું શરીર છે તેવા જીવ. પ્રત્યેક-શરીરી - પ્રત્યેક = જુદું જુદું. જે વનસ્પતિકાયમાં એક શરીરમાં એક જીવ રહે અર્થાત્ પોતપોતાના શરીરમાં દરેક જીવ સ્વતંત્ર રહે તે પ્રત્યેક જીવ, જેનું શરીર ભાંગતા સમાન ભંગ ન થાય તથા જેમાં તાંતણા કે રેસા હોય તે. વનસ્પતિકાય સિવાયના સર્વ દંડકના જીવો પણ પ્રત્યેક શરીરી હોય છે. પ્રત્યેક નામ કર્મના ઉદયથી જે વનસ્પતિને અલગ શરીર, સ્વતંત્ર અવગાહના મળે છે તે. પ્રતિક્રમણ - પાપથી પાછા ફરવું, પાપોની આલોચના કરવી અને વ્રતોમાં લાગેલા અતિચારોથી પાછા ફરવું. તેને પ્રતિક્રમણ કહે છે. એનાથી આત્મશુદ્ધિ થાય છે. પ્રમાદ - અસત્ પ્રવર્તન પરમાં માદ અર્થાત્ આત્મા સિવાયના પુદ્ગલાદિમાં આનંદ માનવો તે પ્રમાદ. પ્રાણ – જેના સંયોગે સંસારી જીવોને શ્રવણ આદિ (સાંભળવું, જોવું વગેરે) ક્રિયા થાય છે અથવા પ્રાણ જીવનશક્તિ. જેના વડે જીવ જીવે છે. જેના વડે ચેતના વ્યક્ત થાય તે પ્રાણ દશ પ્રકારના છે. પાંચ ઈન્દ્રિયોના પાંચ પ્રાણ-મનબળ - વચનબળ - કાયબળ શ્વાસોચ્છવાસ અને આયુષ્ય. બાદર – સ્કૂલ, બાદરનામ કર્મના ઉદયથી જે શરીરની પ્રાપ્તિ થાય છે તે. લોકના દેશ (અમુક) ભાગમાં ભર્યા છે. હણ્યા હણાય, માર્યા મરે, અગ્નિમાં બળે પાણીમાં ડૂબે, નજરે દેખાય અથવા ન પણ દેખાય. બે ભાગ થાય તે બાદર છે. ભવ્ય - જેનામાં સમસ્કુદર્શન આદિ ભાવ પ્રગટ થવાની સંભાવના છે તે ભવ્ય. જેના સંસાર પરિભ્રમણનો સ્વપુરૂઅર્થથી ક્યારેક અંત આવી શકે તેવા જીવો મોક્ષ પામવાને યોગ્ય છે ' તે ભવ્ય. મતિજ્ઞાન - મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પાંચ ઈન્દ્રિય તથા મન દ્વારા વસ્તુનું જે યથાર્થ જ્ઞાન થાય તે મતિજ્ઞાન. મનઃપર્ચવજ્ઞાન - મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અઢીદ્વીપમાં રહેલાં સંજ્ઞી જીવોના વ્યક્ત મનના પરિચિતિત ભાવોને જાણવાનું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન છે. મનયોગ - મનની પ્રવૃત્તિ મનોવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરીને લેવા - મૂકવા અને મનરૂપે

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554