Book Title: Jeev Vichar Ras Ek Adhyayan
Author(s): Parvati Nenshi Khirani
Publisher: Saurashtra Kesri Pranguru

View full book text
Previous | Next

Page 526
________________ સસ જીવવિચાર રાસ એક અધ્યયન . ૫૧૫ તત્ત્વ - તત્ +ત્વ - તેનું સ્વરૂપ, પદાર્થોનું સાચું સ્વરૂપ તથા જેનું સદાકાળ હોવાપણું છે તે તત્ત્વ છે. તપ - શરીર અને ઈંદ્રિયોને જે તપાવે તે તપ. જે કર્મોને સંતપ્ત કરે, નષ્ટ કરે તે તપ. તેના મુખ્ય બે ભેદ છે. બાહ્ય અને આત્યંતર - બાહ્યના ૬ ભેદ છે. અણસણ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ અને પ્રતિસલીન્નતા. આભ્યાંતરના પણ છ ભેદ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈચાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાઉસગ્ગ. તીર્થકર જે ધર્મતીર્થની સ્થાપના કરે છે, સાધુ - સાધ્વી, શ્રાવક - શ્રાવિકારૂપ જંગમ તીર્થના પ્રવર્તક. તેઉકાય અગ્નિ જ જે જીવોનું શરીર છે તે. તૈજસ શરીર સંસારી જીવોનો આત્મા જે શરીરમાં સંગ્રહીત થઈને રહે છે. જેના કારણે શરીરમાં ઉષ્ણતા રહે. તે તેજો લબ્ધિથી તેજોલેશ્યા શીત કે ઉષ્ણ યુગલોને છોડવામાં કારણભૂત શરીર તે. સર્વ સંસારી જીવોને મુક્તિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હોય. ત્રસનામકર્મના ઉદયથી ગમનાગમન કરવાની શક્તિ ધરાવે તે ત્રસ. જે જીવો સુખદુઃખનું સંવેદન થતાં તેને અનુકૂળ હલનચલનાદિ પ્રવૃત્તિ પોતાની જાતે કરી શકે છે તેને ત્રસ કહેવાય છે. આ જીવો નિયમાં બાદર જ હોય અને ત્રસનાડીમાં જ હોય. દર્શન - દર્શન શબ્દના જેન આગમમાં અનેક અર્થ થાય છે. તેમાંનો એક અર્થ છે બોધ, જોવું જેને અનાકાર ઉપયોગ કહે છે. જગતના કોઈપણ પદાર્થનો સામાન્ય બોધ થવો અર્થાત્ આકાર, ગુણ, રંગ આદિ વિકલ્પો રહિત જોવું તે. તે ચાર પ્રકારના છે. ચક્ષુદર્શન - આંખથી થતો વસ્તુનો સામાન્યબોધ અચસુદર્શન - આંખ સિવાયની ઇંદ્રિયોથી થતો સામાન્ય બોધ. અવધિદર્શન - આત્માથી થતો રૂપી પદાર્થોનો, મર્યાદિત ક્ષેત્રના મર્યાદિત પદાર્થોનો સામાન્ય બોધ. કેવળદર્શન - રૂપી - અરૂપી સર્વ પદાર્થોનો સર્વકાળ માટે થતો સામાન્ય બોધ. જયાં જીવ ઉત્પન્ન થઈને કર્મનો દંડ ભોગવે તેને દંડક કહે છે. તે તે પ્રકારના જીવોના સમૂહને ઓળખવાની સંજ્ઞાને દંડક કહે છે. દંડક ૨૪ છે. ૧ નારકીનો, દશ ભવનપતિના દશ દંડક, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક એ દરેકનો એક દંડક મળીને ૨૪ દંડક. દષ્ટિ તત્ત્વ વિચારણાની પદ્ધતિ. આત્માનો અભિપ્રાય. દષ્ટિના ત્રણ પ્રકાર છે. સમક્તિ - સુદેવ, સુગુરૂ અને તેમના દ્વારા પ્રરૂપિત નવ તત્ત્વ આદિ સુધર્મ પ્રત્યે યથાર્થ શ્રદ્ધા કરવી તે. વીતરાગી, કેવળી ભગવંતે વસ્તુનું જેવું સ્વરૂપ કહ્યું તેવું યથાર્થ માનવું. મિથ્યાત્વ - કુદેવ, કુગુરુ, કુધર્મ પર શ્રદ્ધા રાખવી તે. મિશ્ર - કયો મત સાચો કે ખોટો તેનો નિર્ણય ન કરે તે મિશ્ર દૃષ્ટિ. સુદેવાદિની, કુદેવાદિની શ્રદ્ધા પણ નહિ અશ્રદ્ધા પણ નહિ. ધ્યાન - કોઈ પણ એક જ વિષય પર એકાગ્રતા રાખવી તે ધ્યાન અથવા મન - વચન - કાયાની પ્રવૃત્તિઓને એક જ વિષયમાં સ્થિર કરવી તે ધ્યાન. ધર્મ – ૧) જેનો વિચાર કરવાથી, આચરણ કરવાથી, જેનું શરણ લેવાથી દુર્ગતિમાં ન જવું પડે. ૨) જીવને દુર્ગતિમાં પડતાં અટકાવે અને આત્માના ગુણોને પ્રગટાવે ૩) ધર્મ એટલે ભલાઈ કરવી અને બુરાઈ છોડવી. (૪) વસ્તુનો સ્વભાવ તે ધર્મ. વત્યુ સહાવો ધમ્મો. દંડક

Loading...

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554