Book Title: Jeev Vichar Ras Ek Adhyayan
Author(s): Parvati Nenshi Khirani
Publisher: Saurashtra Kesri Pranguru

View full book text
Previous | Next

Page 537
________________ પ૨૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પોતાના શિકારને એમાં ફસાવીને દબાવી - ચૂસીને મારી નાંખે છે. હાથી જેવા બળવાન પ્રાણી પણ તેની પકડમાંથી છૂટી શકતા નથી. ઓકટોપસ હોઈ શકે. (૫) સુસુમાર - શિશુમાર કે હિંસુમારક - મોટા કદના પાડા, ઘોડા, સિંહ, મનુષ્ય વગેરે જેવા આકારવાળા મોટા મોટા જલચર જીવો. ૨) સ્થલચર - ભૂમિ પર ફરનારા પશુઓ. તેમની ચાલવાની ક્રિયા પરથી તેના ત્રણ ભેદ પાડવામાં આવ્યા છે. (૧) ચોપદ - જે ચાર પગો વડે ચાલે છે તે વૃષભ = બળદ, તુરંગ = ઘોડા, મહિષી = ભેંસ, ગાય, વાંદરા, વાઘ, સસલાં, કૂતરા, ચીતા, માંજારી, ઉંદર વગેરે. (૨) ઉરપરિસર્પ - પેટ વડે ચાલનારા પ્રાણીઓના મુખ્યત્વે ચાર પ્રકાર છે. અદિ = ફેણવાળા અને ફેણ વગરના સાપના અનેક પ્રકારો છે. અજગર, આસાલિક અને મહોરગ = હજાર જોજનની અવગાહનાવાળા અઢીદ્વીપની બહાર હોય છે. (૩) ભુજપરિસર્પ - ભુજા વડે ચાલનારા પ્રાણીઓ એમના આગળના પગો વિકસેલા હોય છે. પાછલા પગ ખાસ વિકસેલા હોતા નથી એમની ગતિનો મુખ્ય આધાર આગળના બે પગ = ભુજાઓ પર વિશેષ રહે છે. (૩) ખેચર - આકાશમાં ઉડનારા પક્ષીના ચાર પ્રકાર છે. (૧) સમગ્ર - સમુદ્ગ એટલે દાબડાની જેમ સંપુટરૂપે મળેલ પાંખો જેમને હોય તે. તાત્પર્ય કે આકાશમાં ઊડવા છતાં જેમની પાંખો પહોળી ન થાય તે. (૨) વીતત પંખી - પહોળી કરેલી પાંખવાળા. આ પક્ષીઓ નીચે બેસવા છતાં તેમની પાંખો પહોળી જ રહે છે. સમુદ્ગ અને વીતત બંને અઢીદ્વીપની બહાર જ હોય છે. (૩) રોમ - એટલે રૂંવાટી વડે જેની પાંખો બનેલી છે તે રોમ પંખી. પોપટ, હંસ, કાગડા, વગેરે. (૪) ચર્મ - ચામડાથી બનેલી જેની પાંખો હોય તે ચર્મપંખી - વાગોળ, ચામાચિડિયા, વગેરે. નારકી - જે સ્થાનો અંધકાર ભરેલા છે તેના સાત પ્રકાર છે. ૧) રત્નપ્રભા - જેમાં રત્નનાં કુંડ છે. ૨) શર્કરપ્રભા - મરડીઆ પાણા, શંકરા = ભાલા અને બરછીથી પણ તીક્ષ્ણ કાંકરાનું બાહુલ્ય છે. ૩) વાલુકાપ્રભા - જેમાં વેળુ, રેતી છે. ભાંડભૂજાની રેતી કરતાં પણ વધારે ઉષ્ણ રેતી છે. ૪) પંકપ્રભા - લોહી માંસના કાદવ જેવા પુદ્ગલો જેમાં છે તે. ૫) ધૂમપ્રભા - જ્યાં ધૂમાડાવાળું જ વાતાવરણ છે. રાઈ મરચાંનાં ધૂમાડાથી પણ તીખો ધૂમાડો છે. ૬) તમપ્રભા - જ્યાં અંધકાર છે. ૭) તમતમપ્રભા - જયાં અંધકાર મહિ અંધકાર (ગાઢ અંધકાર) છે. મનુષ્યના ભેદ ૧) પનીર કર્મભોમ્ય - પંદર કર્મભૂમિના મનુષ્ય - જ્યાં અસિ -મસિ - કૃષિના વ્યાપાર કરી જીવનનિર્વાહ થાય છે એ ક્ષેત્રને કર્મભૂમિનું ક્ષેત્ર કહેવાય છે. ૨) અકમ ભોમ્ય - અકર્મભૂમિ. અસિ - મસિ - કૃષિના વ્યાપારથી રહિત ૧૦ પ્રકારના કલ્પવૃક્ષ કરીને જયાં જીવન નિર્વાહ થાય તે ક્ષેત્ર. ૩) અંતરદ્વીપના મનુષ્ય - લવણ સમુદ્રમાં આવેલા બેટ - દ્વીપ પર રહેનારા મનુષ્યો. ૪) સંમૂર્છાિમ મનુષ્ય - ૧૦૧ ગભજ મનુષ્યના મળમૂત્રાદિમાં ઉત્પન્ન થનાર જીવો આ જીવો અસંજ્ઞી, મિથ્યાદષ્ટિ અજ્ઞાની અને અપર્યાપ્તા જ હોય છે. તે

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554