Book Title: Jeev Vichar Ras Ek Adhyayan
Author(s): Parvati Nenshi Khirani
Publisher: Saurashtra Kesri Pranguru

View full book text
Previous | Next

Page 534
________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૫૨૩ ૮) તનવાત - પાતળો હોય તે તનવાત કહેવાય. ઘનવાન અને તનવાત વાયુઓ ઘનોદધિની નીચે હોય છે. વનસ્પતિકાય સાધારણ વનસ્પતિકાય ૧) કંદ - બધી જાતના કંદ. ૨) મૂળ - વૃક્ષાદિનો જમીનની નીચેનો અંદર ઢંકાયેલો ભાગ. ૩) અંકુરાયાહિ – અંકુરા આદિ. અંકુર એટલે વનસ્પતિને ઉગવાની એ અવસ્થા કે જયારે પાંદડા વગેરે અવયવો ફૂટેલા હોતા નથી તેને કોંટા કે ફણગા કહે છે. આદિ શબ્દથી કિસલય = કૂંપળ અને પણગ = પંચવર્ણી ફૂગ થાય છે. મૂળા - મૂળાના કંદ સફેદ અને લાલ કલરના થાય છે. સૂરણ - ગોળ ચક્કર જેવી આકૃતિનું ૧૫ થી ૨૦ કિલો વજનવાળું જમીનની અંદર થાય છે. અર્ણરોગ (હરસ - Piles)નાશક હોવાથી અશદન કહેવાય છે. ૬) કંદ - વજકંદ. કાંદ - કાંદા - ડુંગળી ૮) કુંલા ફલ - બીજ વગેરે બંધાણા ન હોય એવા કોમળ ઉગતા ફળ. ૯) કુંલા પાન - કુમળા પાન - કુંપળ ગુપ્ત નસોવાળા પાંદડા. ૧૦) થોહર - થોર - તેમાં પાંદડા ન હોય કાંટાવાળી ડાંડીઓ હોય તેથી એનો મુખ્ય ઉપયોગ વાડ બનાવવામાં થાય છે. ૧૧) ગુગલ - એક અજ્ઞાત વનસ્પતિ. ૧૨) ગલો - ગળો - એક પ્રકારની વેલ છે તે ખડક તથા વૃક્ષના આશ્રયે ચડે છે. તેમાં લીમડાના વૃક્ષ પર ચડનારી ગળોને ઉત્તમ ગુણવાળી માનવામાં આવે છે. ૧૩) કુઆરય - કુંવાર - કુંવારપાઠું - જેના પાંદડાં ગર્ભવાળા અને પરનાળના જેવા અર્ધવર્તુળા તથા જાડા હોય છે. પ્રત્યેક વનસ્પતિકાયા ૧) નાલિકેલિ - નાળિયેરનું વૃક્ષ. ૨) જાંબુ - જાંબુનું ઝાડ. ૩) આંબાય - આંબાનું, કેરીનું વૃક્ષ. બેઈન્દ્રિય જીવો ૧) કુડા - કોડા - સમુદ્ર વગેરે જળાશયોમાં થાય છે. નાના મોટા અનેક પ્રકારના હોય છે. આપણે જેનો કોડા કોડી તરીકે વ્યવહાર કરીએ છીએ તે આ પ્રાણીઓના મૃત કલેવરો છે. ૨) શંખ - તે પણ કોડાની જેમ જ સમુદ્રમાં થતા એક પ્રકારના કીડા છે. સફેદ કવચ જેવો દેખાતો શંખ એ કીડાઓને રહેવાનું ઘર છે. ૩) ગંડોલા - પેટમાં થતા મોટા કૃમિ. મેહર - કાષ્ટ કીડા, ઘુણા. પુરા - પોરા - રાતારંગના કાળા મુખવાળા પાણીમાં ઉત્પન્ન થાય છે. ૬) અલસીઆ - અળસીયા - ખેતરમાં જમીન ખેડવાનું કામ કરે. ચોમાસામાં ખૂબ થાય. જ્યાં ઘણું પાણી ભરાઈ રહે એવા ચોકડી વગેરેમાં પણ થાય એનો આકાર સાપ જેવો હોવાથી તેને ભૂનાગ કે શિશુનાગ કહેરાય છે.

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554