________________
૪૪૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત અકર્મભૂમિના મનુષ્ય – અઢીદ્વિપમાં પાંચ હેમવય, પાંચ હિરણ્યવય, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યફવર્ષ, પાંચ દેવકુરૂ અને પાંચ ઉત્તરકુરૂ એમ ત્રીશ અકર્મભૂમિના ક્ષેત્રો છે. એમાં હેમવય - હિરણ્યવય ના મનુષ્ય એક ગાઉ ઊંચા શરીરવાળા, ૧ પલ્યોપમના આયુષ્યવાળા, વજઋષભનારાચ સંઘયણવાળા, સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા એકાંતરે જમનારા ૭૮ દિવસ સુધી પોતાના સંતાનોનું પાલન કરવાવાળા હોય છે. એ જ પ્રમાણે હરિવર્ષ રમ્યફવર્ષના મનુષ્યો હોય પણ તેમના શરીરની ઊંચાઈ બે ગાઉની, આયુષ્ય બે પલ્યોપમનું અને સંતાનોનું પાલન ૬૪ દિવસ કરે છે. એ જ રીતે દેવકુરૂ - ઉત્તરકુરૂના મનુષ્યો જાણવા પણ તે ત્રણ ગાઉ ઊંચા ૩ પલ્યોપમના આયુષ્યવાળા છે અને સંતાનોનું પાલન ૪૯ દિવસ સુધી કરે છે.
૫૬ અંતરદ્વીપ અને અકર્મભૂમિના મનુષ્ય જુગલિયા તરીકે ઓળખાય છે. યુગલરૂપે જ જન્મ પછી પતિ - પત્ની તરીકે રહે એ સાથે જ મૃત્યુ પામે. એમના ભોગોપભોગના સાધનો કલ્પવૃક્ષોથી જ પ્રાપ્ત થાય છે. એમના કલાવૃક્ષોના સુખ ક્રમશઃ અનંતગણા હોય છે.
કર્મભૂમિના મનુષ્ય પાંચ ભારત, પાંચ ઈરવત અને પાંચ મહાવિદેહ એમ ૧૫ ક્ષેત્રમાં આર્ય અને મલેચ્છ બે પ્રકારે હોય. મલેચ્છ - શક, યવન, કિરાત, શબર, બર્બર વગેરે પંચાવન દેશવાસીઓની અપેક્ષાએ અનેક પ્રકારના હોય છે. આર્ય - રૂદ્ધિ પ્રાપ્ત અને ઋદ્ધિહીન (ઋદ્ધિ અપ્રાપ્ત). રૂદ્ધિ પ્રાપ્ત આર્ય છ પ્રકારના છે. અરિહંત (તીર્થંકર) ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણ ઋદ્ધિવાળા અને વિદ્યાધર. ઋદ્ધિહીન આર્ય નવ પ્રકારના છે. ક્ષેત્ર, જાતિ, કુળ, કર્મ, શિલ્પ, ભાષા, જ્ઞાન, દર્શન અને ચરિત્રથી આર્ય. ક્ષેત્રાર્ય - સાડાપચ્ચીશ દેશ શજગૃહી, મગધ વગેરે. જાત્યાય (જાતિથી આર્ય) - છ પ્રકારના અંબષ્ઠ, કલિંદ, દેહ, વેદંગાદિક, હરિત અને ચંચણ. કુલથી આર્ય - છ પ્રકારના ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્વસુ, જ્ઞાન અને કૌરવ. કર્મથી આર્ય - અનેક પ્રકારના છે. દોષિક, સોમિક, કાર્વાષિક, વગેરે. શિલ્પ આર્ય - દરજી, વણકર, પટ્ટકાર વગેરે ૨૧ પ્રકાર બતાવ્યા છે. ભાષા આર્ય - ૧૮ પ્રકારની બ્રાહ્મી વગેરે લિપિનો પ્રયોગ કરનાર. જ્ઞાન આર્ય - પાંચ પ્રકારના જ્ઞાનવાળા હોય તે. દર્શન આર્ય - સરાગ દર્શનાર્ય - દશ પ્રકારની રૂચિ નિસર્ગ, ઉદેશ વગેરે હોય તે સરાગ