Book Title: Jeev Vichar Ras Ek Adhyayan
Author(s): Parvati Nenshi Khirani
Publisher: Saurashtra Kesri Pranguru

View full book text
Previous | Next

Page 474
________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૬૫ પરંપર સિદ્ધ - પ્રથમ સમયે સિદ્ધ થયા તેનાથી પહેલા સિદ્ધ બનવાવાળા પર કહેવાય છે. એ પ્રમાણે અપ્રથમ સિદ્ધ - ક્રિસમય, ત્રિસમય યાવત્ સંખ્યાત, અસંખ્યાત, અનંત સમય પહેલાં સિદ્ધ થયેલા બધા પરંપર સિદ્ધ કહેવાય. એમાંથી અનંતર જીવો આશ્રી પંદર દ્વારની પ્રરૂપણા કરીને એના સત્પદપ્રરૂપણ આદિ આઠ દ્વારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જ્યારે જીવવિચાર રાસ” માં એ પંદર દ્વાર પર આઠમાંથી બે અધિકાર - એટલે કે બીજું દ્રવ્ય પ્રમાણ અને છડું અંતર દ્વાર અર્થાત્ આંતરશ્નો વિચાર ગાથા ૩૨૮ થી ૩૯૭માં રજૂ થયો છે. સિદ્ધ પંચાશિકામાં ૧૫ દ્વાર પર બધા દ્વારા અલગ અલગ છે. જયારે અહીં પંદરે દ્વારમાં પહેલા દ્રવ્ય પ્રમાણ અને પછી આંતરૂં એમ દરેકમાં બંને દ્વાર ભેગા જ રજૂ કર્યા એ બંને દ્વારમાં જે તફાવત પ્રાપ્ત થાય છે. તે નીચે મુજબ છે. ક્ષેત્ર દ્વાર - સિદ્ધ પંચાશિકામાં - અધોલોકમાંથી પ્રત્યેક ૨૦ જીવ સિદ્ધ થાય (જો કે ત્યાં એમ ખુલાસો કરેલો છે કે સંગ્રહણી અને ઉત્તરાધ્યયનમાં ક્રમશઃ ‘વાવીસમોનો', રોકવીસા નહોલોજી' એમ બવીશ ભેદ છે.) પત્રાંક પ-એ જીવવિચાર રાસમાં બાવીશ. જીવ મોક્ષે જાય એમ કહ્યું છે. જો કે ઉત્તરાધ્યયનમાં પણ મૂળ પાઠમાં વીસનો જ ઉલ્લેખ છે પણ ઉપર બાવીશ કેમ કહ્યા છે? (કદાચ પાઠાંતર ભેદ હોઈ શકે.) જુઓ. ઘાસીલાલજી મહારાજ સાહેબનું ઉત્તરાધ્યયન ભાગ-૪, ૩૬ મું અધ્યયન પ૫ મી ગાથા પૃ.૭૯૬ ર૩ લો જ કે સમુકે, તો નને વીસ મ તલ ૨ | નદી આદિ જળમાંથી ચાર સિદ્ધ થાય એવું સિદ્ધ પંચાશિકામાં બતાવ્યું છે. જયારે કવિએ એનો ઉલ્લેખ કર્યો નથી. એવી જ રીતે ચૂલહિંમતવાદિ પર્વતો પરથી દશ સિદ્ધ થાય એનો પણ ઉલ્લેખ નથી. આંતરામાં કોઈ તફાવત નથી. કાળ દ્વાર - સિદ્ધ પંચાશિકામાં ૧૨ આરા તથા તીર્થંકર ક્યા આરામાંથી થાય તે જણાવ્યું છે. તેમ જ પાંચમા આરામાંથી જંબુ સ્વામી (ચોથાના જન્મેલા મોક્ષે ગયા) મોક્ષે ગયા એમ ઉલેખ્યું છે. આંતરામાં છ આરામાં જુગલકાળ આશ્રી દેશેઊણા ૧૮ ક્રોડાક્રોડી સાગરોપમનું આંતરું છે. અવસર્પિણીના પ્રથમ ત્રણ અને ઉત્સર્પિણીના અંતિમ ત્રણ એમ છ આરામાં જુગલકાળ હોય. તેમ સંહરણ આશ્રી સંખ્યાતા હજાર વર્ષનું આંતરૂં હોય. જીવવિચાર રાસમાં - તીર્થકર ક્યા આરામાંથી મોક્ષ પામે તે નથી દર્શાવ્યું. તેમજ જંબુસ્વામીનો નામોલ્લેખ પણ નથી. આંતરામાં જુગલકાળનો નિર્દેશ નથી બાકી આંતરાનો કાળ બરાબર છે. વિશેષમાં અહીં કેટલા પ્રકારના જીવોનું સાહરણ થાય તે નિરૂપ્યું છે જે સિદ્ધ પંચાશિકામાં નથી. માત્ર સાહરણ આશ્રી એટલું જ છે. ગતિ દ્વાર સિદ્ધ પંચાશિકામાં નરક આદિ ગતિમાંથી જે મોક્ષે જાય છે એનું

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554