________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૭૫ બહાર નીકળવાનો પ્રયત્ન કરે. પણ બહાર નીકળી શકે નહિ. અંદર છશ જેવી ધારવાળી. સપાટીને કારણે દેહ કપાઈ જાય અર્થાત્ શરીરના ટુકડા થઈ જાય. પરવશ થઈને ખૂબ દુઃખ પામે છે. ત્યારે ત્યાં રહેલા પરમાધામી દેવ તે નારકીને ઘા મારીને કાપીને બહાર કાઢે છે. બહાર નીકળ્યા પછી મરતા નથી પણ તેમનું શરીર પારાની જેમ પાછું એક થઈ જાય છે.
જૈનતત્ત્વ પ્રકાશ પૃષ્ઠ પપમાં નારકીના વર્ણનમાં લખ્યું છે કે બધા નરકાવાસ અંદરથી ગોળાકાર અને બહારથી ચોખંડાકાર, પથ્થરની ફર્સવાળા, મહા દુર્ગધવાળા અને હજારો વીંછીઓના ડંખથી પણ અધિક દુઃખદ સ્પર્શવાળા છે.
નરકાવાસથી ભીંતમાં ઉપર બિલના આકારના યોનિ સ્થાનો = નારકી જીવોને ઉત્પન્ન થવાની જગ્યા છે. (સૂયગડાંગ સૂત્રના ૫મા અધ્ય.માં કહ્યું છે કે કહોસિરોટ્ટા ૩વર્ડ ટુai | નરકમાં ઉત્પન્ન થતાં જીવ નીચે માથા કરીને પડે છે એવું જ પ્રશ્ન વ્યાકરણ સૂત્રના આશ્રદ્વારમાં પણ કહ્યું છે જેથી જણાય છે કે નારકીના જીવોનું ઉત્પત્તિ સ્થાન નરકવાસના ઉપરના બિલોમાં હોવું જોઈએ.) ત્યાં પાપી પ્રાણીઓ. ઉત્પન્ન થઈને છ પર્યાસિનો બંધ કરીને બિલની નીચે રહેલી કુંભીઓમાં નીચે માથું અને ઉપર પગ કરીને પડે છે. તે કુંભીઓ ચાર પ્રકારની પૂર્વે કહી તે પ્રમાણે છે. તેમાંથી કોઈ પણ એક કુંભીમાં પડ્યા પછી નારકી જીવોનું શરીર ફલાય છે જેથી કુંભીમાં ફસાઈને. તીક્ષ્ણ ધાર વાગવાથી અતિ દુઃખી થઈ પોકાર કરે છે. ત્યારે પરમાધામી દેવો તેને ચીપિયાથી ખેંચી કાઢે છે ત્યારે તેના શરીરના કટકા કટકા થઈ જાય છે. ત્યારે તેમને ઘણું દુઃખ થાય છે પણ મરતા નથી કેમ કે કરેલાં કર્મને ભોગવ્યા વિના છુટકારો મળતો નથી. જેમ વિખરાયેલ પારો મળી જાય છે તેમ તે નારકીના શરીરના ટુકડા મળીને ફરી જેમ હતું તેમ બની જાય છે.
નારકીની અંદર ત્રણ પ્રકારની વેદના છે એનું કવિએ અહીં વર્ણન કર્યું છે. (૧) ૧૫ પરમાધામી દેવ કૃત વેદના એનું વર્ણન દેવોના ભેદની અંતર્ગત આવી ગયું. (“પરમાધામીકૃત વેદનાનું વર્ણન સૂયગડાંગ સૂત્રના પમા નરક વિભકિત અધ્યાયનમાં છે.) (૨) ક્ષેત્ર વેદના અને (૩) પરસ્પર-અંદરોઅંદર એક બીજાને વાઢ કાપ કરીને દુઃખ પહોંચાડે છે. જેને અન્યોન્ય કૃત વેદના કહેવાય છે. નારકીઓ વિવિધ શસ્ત્રો. (ગદા, મુશલ, તીર આદિ) ની વિકુવણા કરી પરસ્પર મારે, વિવિધ જંતુઓનો આકાર કરી એક બીજાના શરીરમાં ઘુસીને હેરાન કરે. કવિએ તેનું વર્ણન ૨૨૦-૨૨૧મી ગાથામાં કર્યું છે. જેન તત્ત્વપ્રકાશમાં બતાવ્યું છે કે – જે માંસાહારી પ્રાણી નરકમાં ઉત્પન્ન થાય છે તેમના શરીરનું માંસ ચીપિયાથી કાપી કાપી તેલમાં તળીને, રેતમાં શેકીને તે જ જીવોને ખવરાવતા પરમાધર્મી દેવો કહે છે, “તું માંસ ભક્ષણમાં લુબ્ધ હતો એટલે તું આને પણ પસંદ કર! તારે આને પણ ખાવું જોઈએ.” મદ્યપાન કરનાર તથા વગર ગાળેલ પાણી પીનાર નારકીના મોઢામાં તાંબુ, સીસું વગેરેનો રસ ઉકાળીને