________________
૨૪૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
કર્મ સો સાગરોપમનું બાંધશે.
એ ચોરેન્દ્રિયના અનેક ભેદ છે જેમાંના કેટલાંક કવિએ બતાવ્યા છે જેમ કે ભમરા, ભમરી, માખી, તીડ, ડાસ મચ્છર, વીંછી, ચાંચડ, ઢીક, કંસારી, માખી વગેરેમાં ચાર ઈન્દ્રિય હોય છે.
બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, જીવોને વિશ્લેન્દ્રિય કહેવાય છે. એકેન્દ્રિય જીવો કરતાં અધિક ઈન્દ્રિય હોવા છતાં પણ પૂર્ણ પાંચ ઈન્દ્રિયવાળા નથી. બેઈન્દ્રિય જીવો ત્રણ ઈન્દ્રિયથી વિકલ છે, તેઈન્દ્રિય જીવો બે ઈન્દ્રિયથી વિકલ છે અને ચોરેન્દ્રિય જીવો એક ઈન્દ્રિયથી વિકલ છે. બેઈન્દ્રિયાદિમાં ઈન્દ્રિયો ક્રમથી જ હોય. જેમ કે એક ઈન્દ્રિય હોય તેને માત્ર સ્પર્શેન્દ્રિય જ હોય. કોઈપણ એક ઈન્દ્રિય હોય એમ ન સમજવું. બેઇન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય એ જ બે ઈન્દ્રિયો હોય. બીજી કોઈપણ બે એમ નહિ. એમ તેઇન્દ્રિયમાં પૂર્વેની બે અને ત્રીજી ઘ્રાણેન્દ્રિય હોય. ચોરેન્દ્રિયમાં પૂર્વેથી એક ચક્ષુઈન્દ્રિય વધારાની હોય. અને પંચેંદ્રિયમાં પાંચે પાંચ ઈન્દ્રિય હોય. કાન પંચેન્દ્રિયમાં જ હોય બીજામાં નહિ.
પંચદ્રિય જીવો
પૂર્વવત્ ભમતો ભમતો જીવ પંચેંદ્રિયપણાને પ્રાપ્ત કરે છે. પૂર્વેની ચાર ઈન્દ્રિયના ૨૦ વિષયમાં શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષય - જીવ શબ્દ, અજીવ શબ્દ અને મિશ્ર શબ્દ ભળતાં ૨૩ વિષયોમાં રાગદ્વેષ આસક્તિ કરીને કર્મબંધ વધારે છે. અસંજ્ઞી(મન વગરના) પંચદ્રિય જીવ ૧૦૦૦ સાગરોપમનું મોહનીય કર્મ બાંધે છે. જ્યારે સંજ્ઞી પંચેંદ્રિય જીવ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમનું મોહનીય કર્મ બાંધે છે. જ્યારે સંજ્ઞી પંચેંદ્રિયપણામાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં આ કર્મબંધ નાનો પણ થઈ જાય છે. એક વખત પણ સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ જાય તો. સર્માકતી જીવ અંતઃ ક્રોડાક્રોડીથી વધારે સ્થિતિવાળું કર્મ બાંધતો નથી. પછી ક્રમશઃ દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્ત, અવેદી, અકષાયી, કેવળી થઈને સર્વ કર્મનો છેદ કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે.
પંચેંદ્રિયપણામાં તિર્યંચાદિ ભવમાં ખૂબ દુઃખ પામ્યો. પંચેન્દ્રિયના ચાર પ્રકાર છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. એ ચાર પ્રકારની ગતિમાં જીવ ભમ્યા કરે છે. તેમાંથી કવિએ સૌ પ્રથમ દેવના નવાણું ભેદનું વર્ણન કર્યું છે.
દેવ : દેવના મુખ્યત્વે ચાર પ્રકાર છે.
૧૦ ભેદ ભવનપતિના, ૧૫ ભેદ પરમાધામીના ૧૬ ભેદ વાણવ્યંતર, ૧૦ ભેદ ભૂંભકા ૧૦ ભેદ જ્યોતિષીના
૧) ભવનપતિ
૨) વાણવ્યંતર
૩) જ્યોતિષી ૪) વૈમાનિક
૯ ભેદ લોકાંતિકના, ૯ ભેદ ગ્રેવેચકના, ૫ ભેદ અનુત્તર વિમાનના
આમ ૯૯ ભેદ દેવના - તેના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી ૧૯૮ ભેદ દેવના છે.
૧૨ ભેદ ૧૨ દેવલોકના, ૩ ભેદ કિલ્લીષીના,