________________
૨૮o
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
લેયા. લેશ્યાની પ્રરૂપણા જેનદર્શનની મોલિક પ્રરૂપણા છે. જેમાં એની વિશિષ્ટતા પ્રગટે છે. લેશ્યા એક પ્રકારની પદ્ગલિક અને આત્મિક અવસ્થાનું પરિણામ છે.
જીવથી પુદ્ગલ અને પુદ્ગલથી જીવ પ્રભાવિત થાય છે. જીવને પ્રભાવિતા કરવાવાળા પુદ્ગલોના અનેક વિભાગ છે. એમાંના એક વિભાગનું નામ લેશ્યા છે.
લેશ્યાની પરિભાષા –
આગમ વ્યાખ્યા સાહિત્યમાં સર્વ પ્રથમ નવાંગી ટીકાકાર અભયદેવસૂરિએ લેશ્યાની પરિભાષા આપતા કહ્યું છે કે, “કૃષ્ણાદિ દ્રવ્ય વર્ગણાઓની સન્નિધિથી થવાવાળા જીવના પરિણામને લેશ્યા કહે છે.”
શ્રી ભગવતી સૂત્રની વૃત્તિમાં આચાર્ય અભયદેવસૂરિએ વેશ્યાને પરિભાષિત કરતાં કહ્યું છે કે | Mતિદ્રવ્યસાન્નિધ્યનનિતીનીવપરિધાનો નેશ્યા' આત્માની સાથે કૃષ્ણાદિ કર્મપુદ્ગલોને આકર્ષિત કરવાવાળી પ્રવૃત્તિ વેશ્યા છે એ યોગનો પરિણામ વિશેષ છે.
શ્રી ઠાણાંગ સૂત્રની વૃત્તિમાં એક મત ઉદ્યુત કરતાં અભયદેવસૂરિ લખે છે કે લેશ્યા નિર્ઝરરૂપ છે. પ્રાણી એના દ્વારા કર્મોનો સંગ્લેશ કરે છે. જે પ્રકારે વર્ણની સ્થિતિનું નિર્ધારણ એમાં વિદ્યમાન શ્લેષ દ્રવ્યોના આધાર પર હોય છે એવી જ રીતે કર્મબંધની સ્થિતિનું નિર્ધારણ લેશ્યાથી થાય છે.
તત્ત્વાર્થ રાજવાર્તિકમાં આચાર્ય અકલંક લખે છે કે
‘ષાયોગિતા યોગ પ્રવૃત્તિનૈશ્યા!' કષાયના ઉદયથી રંજિત યોગની પ્રવૃત્તિ લેશ્યા છે. આત્મપરિણામોની શુદ્ધતા અને અશુદ્ધતાના આધાર પર કૃષ્ણાદિ નામથી ઓળખાય છે.
લેશ્યાકોષમાં બતાવ્યા પ્રમાણે આત્માના પરિણામ વિશેષને લેગ્યા કહેવાય છે. આત્મપરિણામ નિમિત્તભૂત કૃષ્ણાદિ દ્રવ્ય વિશેષને લેશ્યા કહેવાય છે.
| (લેશ્યાકોષ પાઈ. પૃ. ૯૦૫) ટૂંકમાં જે આત્માને કર્મનો સંબંધ કરાવે, જેના દ્વારા જીવ પુણ્ય પાપથી પોતાને લીંપે એને અધીન કરે, જેના દ્વારા આત્મા કર્મોની સાથે શ્લેષને પ્રાપ્ત કરે એવા આત્માના પરિણામને લેશ્યા કહે છે.
લેશ્યાના બે ભેદ છે ભાવ લેશ્યા અને દ્રવ્ય લેશ્યા.
દેવ અને નારકીમાં દ્રવ્ય લેશ્યા જીવનપર્યત રહે છે ભાવ લેશ્યા કેટલીયેવાર બદલાઈ જાય છે. તિર્યંચ અને મનુષ્યો (કવળીને વર્જીને) માં બંને વેશ્યાઓ અંતર્મુહૂર્તમાં બદલાઈ જાય છે. પહેલાં ભાવ લેશ્યા બદલાય છે પછી દ્રવ્ય લેશ્યા. પહેલા આત્માના પરિણામો હોય છે પછી દ્રવ્ય લશ્યાના પુદ્ગલોનું આકર્ષણ થાય છે.
દ્રવ્ય લેશ્યા - એક પદ્ગલિક પદાર્થ છે. પુદ્ગલના બધા ગુણ એમાં વિદ્યમાન