________________
૨૭૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત બહાર પણ કાઢી નાંખે છે. ક) ડાઈવાનિયાનિયા - આ વનસ્પતિના વાળને જંતુ અડે કે તરત જ પાંદડાં બિડાઈ જાય છે અને જંતુને જોરથી દાબી દઈને મારી નાખે છે. તે પછી ૩૮ કલાકથી માંડીને ૮-૧૦ દિવસમાં ગમે ત્યારે ઉઘડે. અમેરિકન પ્રકૃતિ તત્ત્વવિત ટ્રિટ કહે છે કે આવી ક્રિયા ત્રણ વાર થયા બાદ આ પાંદડાં થાકી જાય છે. ડ) પીંગીલા -આ વનસ્પતિ પણ પૂર્વવત્ પાંદડામાં રહેલાં કાંટામાં જંતુને દબાવી પોષણ મેળવે છે. ઇ) ભેરી - ઘણા પાંદડાં ભેગા થવાથી ઢાંકણવાળો દેખાવ બને છે તે નિયત કાળે ખોલ - બંધ થાય છે. તે ઉઘડતા કીડી, પતંગિયા વગેરે તેમાં રહેલા પાણીના લોભે. આવે છે અને તેમાં ફસાતા મરી જાય છે. ફ) માકાઝાઝી - બંગાળના તળાવમાં થતી આ વનસ્પતિના પાદડાંની નળીઓમાં કીડીઓ ફસાઈને મરી જાય છે. ગ) એક અમેરિકન ઝાડ પોતાની વડવાઈઓથી પોતાની પાસે અમુક હદમાં આવેલા મનુષ્ય કે ઢોરને ખેંચીને મારી નાંખે છે. ૮) અમેરિકન પ્રખ્યાત ડૉકટર હેલી કે જેણે “ધી ઓરીજીન ઓફ લાઈફ' નામે ગ્રંથ લખ્યો છે. તેમાં ડોસીરા વનસ્પતિના છોડ વિષે લખે છે કે તેના પાંદડાં ઉપર કોઈ પણ જંતુ બેસતાં જ તેના કાંટા જંતુને ભીંસમાં લઈ ચૂસીને ફેંકી દે છે. આ છોડથી અર્ધો ઇંચ ઊંચે પણ જો કોઈ માણસ માખીને ટાંગે તો પણ તે વનસ્પતિ જીવા પોતાના પાંદડાંના કાંટા ઊંચા કરીને તે માખીને પકડીને ચૂસી નાંખે છે.
| (સમાલોચક પૃ.૧૯ અંક-૭ ૧૯૧૪) આ આહાર સંજ્ઞાના દૃષ્ટાંત છે. ૯) ભય સંજ્ઞા -
લજામણીના છોડ ભય સંજ્ઞા માટે પ્રસિદ્ધ જ છે. ૧૦) મૈથુન સંજ્ઞા વિષયિક વાસના)
સ્ત્રીકેસર અને પુંકેસર, નર ઝાડ અને નારી ઝાડ એ બાબત તો આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓ પણ સ્વીકારે જ છે.
ફ્રાન્સ અને ઇટાલીના વેલિસ્નેરિયા તથા સ્પાઈરેલિરા રોપાઓનો સમાગમ આશ્ચર્ય કરે તેવો હોય છે. તે રોપાઓ પાણીમાં ઊગે છે. તેના નરલના રોપાઓ અમુક જાતના ઝાડ પર અને જાડી ડાળ પર થાય છે. સ્ત્રી ફૂલના રોપાઓ તેથી જુદા પ્રકારનાં ઝાડ પર ઝૂની પેઠે ગોળ વીંટાયેલ આંટીવાળી પાતળી અને લાંબી ડાળ ઉપર થાય છે. ફૂલો ખૂબ થતાં નારીફૂલની ડાળનો વળ ઊતરી જાય છે જેથી ફૂલ પાણીની સપાટીએ આવે છે આ વખતે નરફૂલ પોતાની ડાળમાંથી તૂટીને પાણીની સપાટી ઉપર આવી નારીફૂલની પાસે જાય છે. નારીફૂલને અડતાં જ તે ફાટે છે અને તેનો પોલન નારીકૂલમાં