________________
જીવવિવિચાર રાસ એક અધ્યયન
પ્રાણોને વધુને વધુ અભયદાન આપવું જોઈએ. પર્યાપ્તિ
૨૯૭
પર્યાપ્તિનું સ્વરૂપ કોઈપણ જીવ જે ભવમાં ઉત્પન્ન થાય છે. તેમાં જીવનમાં કરવા યોગ્ય આવશ્યક કાર્યો માટે જે આહાર લેવો વગેરે ક્રિયાઓ માટે જે શક્તિ ઉત્પન્ન કરવી પડે છે તેનું નામ પર્યાપ્તિ. જીવ સૌ પ્રથમ આહાર સ્વીકારે છે તે આહારનો યોગ્ય પરિપાક થતાં શરીર બંધાય છે, શરીરનો વિકાસ થવાથી ઈંદ્રિયો વગેરેનો સ્પષ્ટ આકાર સર્જાય છે. (નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ એક અધ્યયન - પૃ. ૫૪)
જીવ યોનિમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે જે પુદ્ગલો ગ્રહણ કર્યા હોય તે અને સમયે સમયે ગ્રહણ કરાતા આહારાદિ પુદ્ગલોને રસ, કૂચારૂપે પરિણમાવવામાં તેજસ શરીર કારણરૂપ છે.
આત્માની પુદ્ગલના સમૂહથી પ્રાપ્ત થયેલી શક્તિ તેનું નામ પર્યાપ્તિ. ‘વાન્નિ: ત્રિજ્યા રિસમાપ્તિરાત્મનઃ' આત્મા અને પુદ્ગલનો સંબંધ થવાથી આહાર વગેરે પુદ્ગલો સ્વીકારવાની અને તેના યોગ્ય પરિણામ આપવાની શક્તિ તેનું નામ પર્યાપ્તિ.
જીવ પ્રતિસમયે પુદ્ગલો ગ્રહણ કરે છે તેમાંથી જે પુદ્ગલો શરીર, ઈન્દ્રિય વગેરે રૂપે પરિણમવાનું સામર્થ્ય ધરાવે તે પુદ્ગલોને તે તે રૂપે પરિણમાવવાનું આત્માનું સામર્થ્ય તેનું નામ પર્યાપ્તિ.
કોઈ પણ જીવ ઔદારિક કે વૈક્રિય પુદ્ગલો ધરાવતી યોનિ (ઉત્પત્તિ સ્થાન) માં ઉત્પન્ન થાય છે તે જ સમયે આ ઔદારિક કે વૈક્રિય પુદ્ગલોના સંબંધના કારણે, પ્રગટ થયેલી પોતાની શક્તિ દ્વારા પોતાની આજુબાજુમાં રહેલા આહાર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે અને આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસ લેવા - મૂકવાની શક્તિ, બોલવાની શક્તિ અને વિચારવાની શક્તિ રૂપે પરિણમાવે છે.
જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે આહાર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે તેનું કારણ પૂર્વભવથી સાથે રહેલું તેજસ - કાર્યણ શરીર છે. કાર્મણ શરીરના કારણે ઉત્પત્તિ સ્થાનમા રહેલા પુદ્ગલો જીવ દ્વારા ગ્રહણ કરાય અને જુદી જુદી શક્તિરૂપે પરિણત કરવાનું કાર્ય તૈજસ શરીરનું છે.
જે જુદી જુદી શક્તિઓ પ્રાપ્ત થાય છે તેને જૈનદર્શનમાં પર્યાપ્તિ નામ આપ્યું છે. તે છ પ્રકારની છે. આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન પર્યાપ્તિ.
જીવ જ્યારે એક સ્થૂલ શરીરનો ત્યાગ કરી બીજું સ્થૂલ શરીર (બાહ્ય શરીર) ધારણ કરે છે ત્યારે ભાવી જીવનયાત્રા માટે તે પોતાના નવીન જન્મક્ષેત્રમાં એકી સાથે પુદ્ગલોનો કેટલોક ઉપચય કરે છે. તેને અથવા તેનાથી ઉત્પન્ન થતી પૌદ્ગલિક શક્તિને પર્યાપ્તિ કહેવામાં આવે છે. (નવતત્ત્વ દીપિકા - પૃ. ૬૨)
ભગવદ્ ગોમંડળ પૃષ્ઠ ૫૪૨૭ અનુસાર
પર્યાપ્તિ - જીવની શક્તિ, સામર્થ્ય, નૈસર્ગિક ગુણો પ્રમાણે પદાર્થોની વિલક્ષણતા