________________
૨૬૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત સમાવેશ થાય છે. એકેન્દ્રિય જીવોમાં બળની અપેક્ષાએ જ્ઞાનીઓએ સંઘયણ બતાવેલ છે માટે એકેન્દ્રિયમાં સેવાર્ત સંઘયણ હોય છે. પરંતુ કર્મગ્રંથમાં એકેન્દ્રિય જીવોને અસંઘયણી બતાવ્યાં છે તેમના શરીરમાં હાડકાં ન હોવાથી અસંઘયણી કહ્યા છે દંડક પ્રકરણ ૧૧ મી ગાથામાં પણ પાંચ સ્થાવરનો અસંઘયણીમાં સમાવેશ છે. કદાચ એટલે જ કવિ ઋષભદાસે એકેન્દ્રિયમાં સંઘયણ બાબત કોઈ જ પ્રરૂપણા નથી કરી.
સંઘયણની મહત્તા - છ સંઘયણમાંથી વજઋષભનારાય સંઘયણવાળાને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ક્ષપક શ્રેણી વજઋષભનારાચ સંઘયણવાળા જ માંડી શકે છે. કારણ કે આ સંઘયણવાળા જ કોઈપણ વિપત્તિમાં ચલાયમાન થતા નથી, ડગતા નથી કે ડરતા નથી. શુક્લધ્યાનના ચાર પાયા ધ્યાયી શકે છે.
ઋષભનારાજ અને નારાજ સંઘયણવાળા ઉપશમ શ્રેણી માંડી શકે છે માટે એમને ઉત્તમ સંઘયણ કહ્યા છે. આ સંઘયણવાળા શુકલધ્યાન માંડી શકે પણ ૧૧ મા ગુણસ્થાનકથી ઉપર ન જઈ શકે માટે એ સંઘયણમાં મોક્ષ પ્રાપ્તિ શક્ય નથી.
શેષ ત્રણ સંઘયણ નિકૃષ્ટત્વ છે. છતાં એમાંય ધર્મધ્યાન થઈ શકે છે. ૧ થી ૭ ગુણસ્થાન સુધી આ સંઘયણવાળા હોઈ શકે છે. પાંચ પ્રકારના ચારિત્રમાંથી સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્ર પામી શકે છે.
પરિહારવિશુદ્ધ ચારિત્ર માત્ર વજઋષભનારાચ સંઘયણવાળાને જ હોય. સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત પ્રથમ ત્રણ સંઘયણવાળાને હોઈ શકે.
છ સંઘયણમાંથી પ્રથમ સંઘયણ પુણ્ય તત્ત્વમાં અને બાકીના પાંચ સંઘયણા પાપ તત્ત્વમાં હોય છે.
આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે ટી. વી. વગેરેમાં જોઈએ છીએ કે દાંતથી આખી ગાડી ખેંચી ગયા, શરીર પરથી હાથી પસાર થવા છતાં કોઇ ઈજા ન થઈ કે આખો ખટારો શરીર પરથી પસાર થઈ જાય છતાં હેમખેમ રહ્યા. તેમ જ ક્યારેક કોઈ ઉપરના માળ ઉપરથી પડે છતાં વાળ વાંકો થતો નથી. આ બધા પર વિચારણા કરતાં ખ્યાલ આવે છે કે આ વજઋષભનારાચ સંઘયણવાળા હોવા જોઈએ. આવું મજબૂત સંઘયણ પ્રાપ્ત થયા પછી જો મોક્ષ પ્રાપ્તિ માટે તપ-જપ-અનુષ્ઠાન કરવામાં આવે તો. બેડો પાર થઈ જાય. મનુષ્ય જીવન સાર્થક થઈ જાય કારણ કે મનુષ્ય જીવનનું લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ છે. જીવના ૫૬૩ ભેદમાં સંઘયણ - દેવતા અને નારકી અસંઘયણી (દવ ૧૯૮, નારકી ૧૪) ૨૧૨ ભેદ એકેન્દ્રિયમાં સેવાર્ત સંઘયણ.
૨૨ ભેદ ત્રણ વિકસેંદ્રિયમાં સેવાર્ત સંઘયણ
૬ ભેદ અસંજ્ઞી મનુષ્ય અને તિર્યંચમાં સેવા સંઘયણ ૧૧૧ ભેદ જુગલિયામાં ૧ વજઋષભનારાચ સંઘયણ.
૧૭૨ ભેદ