________________
૨૧૪.
શ્રાવક કવિ ઋષભદાસ કૃત અસમાનતા - કાટ દર્શન ૧) કાટે આત્માને જ્ઞાતાના રૂપમાં જ સ્વીકાર્યો છે ?રૂપે નહિ. અમૂર્ત છે પણ એના કાર્યોથી આત્માનો આભાસ થાય છે માટે અત્તેય છે. જેનદર્શનમાં આત્માને ઈન્દ્રિય અને બુદ્ધિ દ્વારા જ્ઞાન થવાને કારણે ફૅય રૂપે પણ સ્વીકાર્યો છે. અને જ્ઞાન સ્વરૂપ આત્માને જ્ઞાતા રૂપ પણ માન્યો છે. ૨) કાટના મતે આત્મા એક જ છે એકાત્મવાદને મહત્ત્વ આપ્યું છે. જેના દર્શન પ્રમાણે આત્મા અનંતા છે. ૩) કાટે આત્માને અપ્રત્યક્ષાનુભૂતિ રૂપ (Apperception) સ્વીકારીને એના જ્ઞાનના બધા માધ્યમોનો અસ્વીકાર કર્યો છે. જેનદર્શને આત્માના જ્ઞાનને પ્રમાણ દ્વારા પણ સ્વીકાર્યું છે અને વિશિષ્ટ યોગીઓને આત્માનુભૂતિ થાય છે એમ પણ માન્યું છે. ૪) કાટે આત્માને વ્યવહારથી પર પરમાર્થ જગતમાં સ્થિત માન્યો છે પણ એ પરમાર્થ જગત ક્યાં છે એનો કોઈ ઉત્તર નથી મળતો. જેનદર્શન પ્રમાણે સંસારી આત્મા જગતમાં છે અને મુક્ત આત્મા લોકાગ્રે સ્થિત હોય છે જેને આગમમાં સિદ્ધક્ષેત્ર” કહે છે. ત્યાં મુક્ત જીવો રહે છે. ૫) કાટ આત્માને સત્ રૂપે તો માને છે પણ અશેય માને છે. જેનદર્શનમાં આત્મા સત્ છે માટે શેય છે. આત્માનું જ્ઞાન માનસિક પ્રત્યક્ષ તેમ જ અનુમાનાદિ પ્રમાણથી થઈ શકે છે.
લાઈબનીઝનો ચિદણુવાદ અને જૈન આત્મવાદ યુરોપીય દર્શનમાં લાઈબનીઝ એરિસ્ટોટલ પછી એક એવા દાર્શનિક થયા કે જેને સર્વજ્ઞાન સંપન્નની સંજ્ઞા આપી શકાય છે. પાશ્ચાત્ય દર્શનમાં જે બુદ્ધિવાદની સ્થાપના રેને ડેકોર્ટે (1596-1650) કરી એને ચરમોત્કર્ષ પર પહોંચાડવાનું શ્રેય જર્મનીના મહાન દાર્શનિક લાઈબનીઝને જાય છે.
લાઈનીઝના દર્શનમાં આત્માનું સ્વરૂપ :
લાઈબનીઝ બુદ્ધિવાદી દાર્શનિક હતા. બુદ્ધિવાદી યુગમાં દ્રવ્યવિચાર દર્શનના કેન્દ્રમાં હતું. લાઈબનીઝના મતે દ્રવ્ય સ્વતંત્ર, શક્તિસંપન્ન છે. અને તેમણે ચિદણુ (Monad) ના નામથી અભિહિત કર્યું છે. ચિદણુને દ્રવ્ય માનવાને કારણે લાઈબનીઝનો સિદ્ધાંત ચિદવાદ (Monodology) ના નામથી પ્રસિદ્ધ છે.
લાઈબનીઝનો ચિદણવાદ આધ્યાત્મિક દ્રવ્યવાદનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એમણે ‘ચિદણુને જ પરમ દ્રવ્યના રૂપમાં સ્વીકાર્યું છે. ભૌતિક પદાર્થની તાત્વિકતા તેમજ ગણિતના બિન્દુની અવિભાજ્યતા ગ્રહણ કરીને લાઈબનીઝ ચિદણુને અવિભાજ્યા અને તાત્વિક માન્યા છે. ચિદણુ અર્થાત્ ચેતન અણુથી લાઈબનીઝના દ્રવ્યનું લક્ષણ