________________
૨૩૫
પ્રકરણ ૫
શ્રાવક કવિ ઋષભદાસકૃત ‘જીવવિચાર રાસ’નું મૂલ્યાંકન બે વિભાગમાં વિભાજિત
કર્યું છે.
૧) તાત્ત્વિક પક્ષ = ભાવપક્ષ.
૨) સાહિત્યિક પક્ષ = કલાપક્ષ. વિભાગ ૧
તાત્ત્વિક પક્ષ
વર્તમાને સુખ-શાંતિ માટે વિશ્વ વૈજ્ઞાનિક શોધો અને ભૌતિકવાદ તરફ વણથંભી કૂચ કરી રહ્યું છે. કંપ્યુટર, કેલ્ક્યુલેટર, કોન્કર્ડ યુગમાં પદાર્પણ થઈ ગયા છે. પણ શું એનાથી સુખ-શાંતિની પ્રાપ્તિ થઈ છે ખરી ?
કંપ્યુટરથી માહિતીની તો છત થઈ છે પણ લાગણીઓની અછત થઈ હોય એમ નથી લાગતું ? કેલ્ક્યુલેટરથી ગણિતના જટિલ કોયડા આસાનીથી ઉકેલાઈ જાય છે પરંતુ સંબંધોનાં કોયડાઓ ગૂંચવાઈ ગયા છે એવું નથી લાગતું? કોન્ફર્ડ વિમાનથી જગતના સીમાડા નજીક આવી ગયા છે પરંતુ સમજના સીમાડા વણસી ગયા છે એવું નથી અનુભવાતું ? આ બધાને ભોગે સંપત્તિના ભારે ગુણાકાર થયા હશે પરંતુ મૂલ્યોના ભાગાકાર થતા જાય છે એવું અનુભવાઈ રહ્યું છે ત્યારે એનો ઉપાય શું ? એનો ઉપાય આપણને ધર્મમાંથી મળી રહે છે.
ધર્મ આપણી દૃષ્ટિ પરિવર્તન કરવાનું કામ કરે છે. કર્મરૂપ કંપ્યુટર દ્વારા જ્ઞાન માહિતી આપે છે. રાગદ્વેષના ભાગાકાર અને ગુણના ગુણાકાર થાય એવા તત્ત્વજ્ઞાન રૂપ કેલ્ક્યુલેટર આપે છે. સુખના શાશ્વત પ્રદેશ તરફ ગતિ કરાવે એવા ધ્યાનરૂપ કોન્ફર્ડ વિમાનની પ્રાપ્તિ પણ ધર્મ જ કરાવે છે. પણ એ માટે દૃષ્ટિનું પરિવર્તન જરૂરી છે. જો દૃષ્ટિ કરે તો જ આચાર - વિચાર - ઉચ્ચારની પુષ્ટિ થાય છે અને આત્મા પરમાત્માના શાશ્વત સુખની સૃષ્ટિના દર્શન થાય છે.
ધર્મનો આધાર છે તત્ત્વ. તત્ત્વની અભિવ્યક્તિ સાહિત્યથી થઈ શકે છે. તત્ત્વ અને સાહિત્યના સમન્વયથી મેળવેલું તત્ત્વજ્ઞાન કંપ્યુટર, કેલ્ક્યુલેટર, કોન્ફર્ડથી મળતા સુખને વામણું બનાવી દે છે.
ટૂંકમાં વિજ્ઞાનના વધતા જતા વર્ચસ્વને નાથવા માટે તત્ત્વજ્ઞાન લગામ સ્વરૂપ છે. તત્ત્વજ્ઞાનની સમજ હોય તો મનુષ્ય કોઈપણ પરિસ્થિતિમાં સમાધાન કરી શકે છે, સંતોષ માની શકે છે, રાગદ્વેષથી રહિત થઈ શકે છે અને સુખશાંતિ પ્રાપ્ત કરી શકે છે.
તત્ત્વ એટલે શું ? ભારતીય સાહિત્યમાં તત્ત્વો વિશે ઊંડાણથી અનુશીલન,