________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૦૭ છે કે આત્મા છે, તે નિત્ય છે, નિજ કર્મનો કર્તા છે, નિજ કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે આ વિચારણામાં સર્વ દર્શનના મૂળ સિદ્ધાંતોનો સમાવેશ થઈ જાય છે.
આત્મા કે જીવ વિશેની વિચારણામાં બધા દર્શનોમાં ક્યાંક એકમતતા છે તો ક્યાંક વિસંગતિઓ પણ રહેલી છે. આત્માનું સમુચિત સ્વરૂપ જેનદર્શનમાં વિશેષ દેખાય છે.
પાપત્ય મનમાં અાત્માનું સ્વરૂપ આ વિશ્વની વિરાટ વાટિકામાં અનેક દાર્શનિકોએ, ચિંતકોએ મૂળરૂપ આત્મસત્તા પર ચિંતન કરેલ છે અથવા આત્માનો સાક્ષાત્કાર કર્યો છે. તેઓએ પરહિતાર્થે આત્મવિકાસના સાધનો તથા તેની ઉપર પર્યાપ્ત ચિંતન, મનન, નિદિધ્યાસન કરેલ છે. જેમાંનું કેટલુંક ચિંતન ભારતીય દર્શનમાં આપણે જોયું. હવે અહીં પાશ્ચાત્ય દર્શનના વિચારો પણ જાણીએ. - પશ્ચિમી તત્ત્વજ્ઞાનમાં આત્માની વિચારણા ચાર બાબતોને ધ્યાનમાં રાખીને થઈ છે. (૧) આત્માનું સ્વરૂપ (૨) આત્મા અને શરીરનો સંબંધ (૩) આત્મા અંગેનું જ્ઞાન (૪) આત્માની અમરતા.
પાશ્ચાત્ય દર્શનના પ્રાચીન યુગની કથની ભૌતિક તત્ત્વોના ચિંતન મંથનની કથની રહી છે. ફિલસૂફ શ્રી થેલીજથી લઈને વિદ્વાન શ્રી પોટોગોરસ તેમ જ ચિંતક જાર્જિયસ સુધી પ્રાયઃ બધા દાર્શનિકોનું બહિર્મુખી ચિંતન રહ્યું છે. એ દરમ્યાન દાર્શનિક એનેફજેગોરસે ચિંતનને અંતર્મુખી ભલે બનાવ્યું પરંતુ આત્મ તત્ત્વનું સમુચિત વિવેચન સર્વ પ્રથમ તત્ત્વચિંતક શ્રી પ્લેટોના દાર્શનિક વિચારોમાં દેખાય છે.
પ્લેટોની માન્યતા પ્રમાણે આત્મા જીવનશક્તિ છે. તર્કબુદ્ધિયુક્ત આત્મા અવિનાશી, નિરવયવ, અવિભાજય અને અમર છે. પ્રજાતંત્ર'(૪૩૯)માં કરેલા ઉલ્લેખમાં એમણે સ્પષ્ટરૂપથી કહ્યું છે કે આત્મા જીવધારીઓના જીવનનો એ અંશ. છે જે મૃત્યુ પછી નાશ પામતો નથી. તેઓ તવાદમાં માનતા હતા તે મુજબ આત્મા અને શરીર નિરપેક્ષ રીતે ભિન્ન તત્ત્વો છે. (પ્રત્યક્ષ અને વસ્તુ તથા વ્યવહાર અને પરમાર્થનો ક્રેત સ્વીકાર્યો છે.) તેમ જ પોતાના ગ્રંથ “ફેઈડ઼ાસ” માં ત્રણ પ્રકારના આત્માઓનો ઉલ્લેખ કર્યો છે, જે આ પ્રમાણે છે. બૌદ્ધિક, કુલીન તેમ જ અકુલીન આત્મા. એ અનુસાર ઝાડ-પાનમાં અકુલીન આત્મા, પશુઓમાં અકુલીન તેમ જ કુલીન આત્મા તથા મનુષ્યોમાં ત્રણ પ્રકારના આત્મા હોઈ શકે છે. આ ત્રણ પ્રકારના આત્માઓમાંથી તર્કબુદ્ધિયુક્ત આત્મા અમર છે.
એ જ રીતે પાશ્ચાત્ય દાર્શનિક શ્રી એરિસ્ટોટલે પણ ક્ષમતાના આધાર પર આત્માના ત્રણ રૂપ સ્વીકાર્યા છે. જે આ પ્રમાણે છે.