________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૭૫ ભાવાર્થ – આ સામાન્ય (સમુચ્ચય) પ્રકારે દિશાની વાત કરી હવે વિસ્તારથી કહીશ. પશ્ચિમ દિશામાં પાણીના કારણે ઓછા જીવ છે તેનું કારણ શ્રી મહાવીર કહે છે. ૪૩૦ સૂર્ય તણા છઈ દ્વીપ અનેક, ગતિમ દીપ વડું ત્યાંહા એક,
ઊંચું છોત્સરિ એક હજાર, પોહોલું જોઅણ સહઈસ તે બાર. ભાવાર્થ – પશ્ચિમ દિશામાં સૂર્ય તણાં અનેક દ્વીપ છે એમાં ગૌતમ નામનો એક મોટો દ્વીપ છે જે ઊંચો એક હજાર છોંતેર જોજનનો અને પહોળો બાર હજાર જોજનનો છે. ૪૩૧ લવણ સમદ્ર માંહઈ તે સહી, તેણઈ દીપિ સાયર જલ નહી,
તેણઈ કારણિ જો પરહીમ દસિં, જલના જીવ વલી ઓછા તસિં. ભાવાર્થ – ગીતમદ્વીપ લવણ સમુદ્રમાં છે. તે દ્વીપમાં સાગરનું પાણી નથી તે કારણે પશ્ચિમ દિશામાં પાણીના જીવ થોડા છે. ૪૩૨ પછિમથી પૂર્તિ બહુ જંત, ચંદ્રદ્વીપ તાંહા પડ્યા અત્યંત,
પ િત્યાહાં ગઉતમ દ્વીપ તે નહી, તેણઈ બહતર જલ જીવ તે તહી. ભાવાર્થ – પશ્ચિમ દિશાથી પૂર્વ દિશામાં જીવો ઘણા છે. ત્યાં ચંદ્રદ્વીપ ઘણા છે પણ ત્યા ગોતમ દ્વીપ નથી તેથી ત્યાં પાણીના જીવ ઘણા છે. ૪૩૩ પૂર્વ થકી દિગણ દશ બહું, સુર સસીનાં દ્વીપ ત્યાહા બહુ,
ગઉતમ દીપ તીહાં પણિ નથી, તેણઈ કારણિ જલ જીવ ત્યાહાં અતી. ભાવાર્થ – પૂર્વ કરતા દક્ષિણ દિશામાં જીવ ઘણા છે કારણ કે ત્યાં સૂર્ય - ચંદ્રના બહુ દ્વીપ નથી તેમ જ ગૌતમ દ્વીપ પણ ત્યાં નથી તેથી ત્યાં પાણીના જીવ ઘણા છે. ૪૩૪ દખ્યણથી ઓતર દિશ ઘણા, ભલાં માન સરોવર તણા,
સંખ્યાતી જોજનની કોચ, જો સંખ્યાતા દીપનું છોડ્ય. ભાવાર્થ – દક્ષિણથી ઉત્તર દિશામાં જીવો ઘણા છે. માન સરોવરના પાણીને કારણે ઘણા જીવ હોય. સંખ્યાતા ક્રોડાક્રોડી જોજનના સંખ્યાત દ્વીપ જેટલો વિસ્તાર છોડવાનો છે. ૪૩પ હવઈ જોજે દસિ વેદ વિચાર, જલ થોડઈ વનતુળ અપાર,
ત્રીજંચ પંચેશ્રી વલ જેહ, વગલેઢી પણિ થોડી તેહ. ભાવાર્થ – હવે દિશાઓમાં વેદ વિચાર કહે છે. (અહીં દસ ભેદનો વિચાર એમાં હોવું જોઈએ) પાણીના જીવ થોડા વનતુછ (વનસ્પતિ) અપાર છે. તિર્યંચ પંચેંદ્રિય વળી વિકસેન્દ્રિય પણ ત્યાં થોડા હોય. ૪૩૬ પ્રથવી કાઈઆ જીવ વલી જોય, દખ્યણદશિં તે થોડા હોય,
પ્રથવીમાં પોલાડચ ઘણી, થોડા જીવ તે કારણિ ભણી.