Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 4
________________ Z N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N NY rrrrrrrrrrrrrrrrrrr સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદે “જૈન વિભાગમાં'' જૈનોને નોતર્યા ત્યારે વર્તમાન યુગના નૂતન લેખકોમાં નવિન લોહી ઉછળી આવ્યું, એટલે જેને જેને પોતાના અંતરાત્માનો અવાજ લાગ્યો તેને તેઓએ પરિષદમાં રજુ કર્યો. -: આમુખ : અમારા નાનકડા મુનિમંડળે એક અવાજે છ-સાત નિબન્ધો તૈયાર કરી ગુજરાતી સાહિત્ય પરિષદની ઓફીસ પર રવાના કરી દીધા, પણ તે નિબન્ધો વાંચી સાંભળે એવી પરિષદને કયાં નવરાશ હતી ? અમોએ જે નિબન્ધો મોકલ્યા તેમાંથી માત્ર જૈન તીર્થોનો ઇતિહાસ'’ અને ‘જૈનાચાર્યો” એ નિબન્ધો પરિષદના રિપોર્ટમાં વધારે પાના રોકે તેમ હોવાથી અમારે તે બન્ને નિબન્ધોને છપાવવાની આવશ્યકતા જણાઈ. સાતમી ગુજરાતી પરિષદમાં મોકલાવેલ છ નિબન્ધો પૈકીના એક નિબન્ધુ આવશ્યક સુધારા વધારા સાથે પ્રસ્તુત ઐતિહાસિક પુસ્તકનું સ્થાન લીધું છે. આ નિબન્ધ માટે કુંવરજીભાઇ આદિની એવી પ્રેરણા થઇ કે, એક સ્વતંત્ર દળદાર ગ્રંથરૂપે કેમ ન છપાવવો ? આથી અમોને પણ લાગ્યું કે તેમ છપાવવાથી જૈન તીર્થોની પ્રાચીન ગવેષણા થશે, અને ગુર્જર સાહિત્યમાં ઐતિહાસિક ગ્રંથની વૃદ્ધિ થશે. હિતેષી વર્ગે પણ આ વિચારને પુષ્ટિ આપી, જેથી ચારિત્ર સ્મારક સિરિઝના નવમા પુસ્તક તરીકે “જૈન તીર્થોનો ઇતિહાસ” નામના ગ્રંથને અમોએ સમાજ સમક્ષ રજુ કરેલ છે. આ ગ્રંથમાં સાલવારી સાથે પરમપૂનિત ચાલીશ પ્રાચીન તીર્થોનો ઇતિહાસ આપેલ છે. જેમ ક્રિશ્ચિયનોનું તીર્થસ્થાન જેરૂસલામ, પારસીઓનું તીર્થસ્થાન ઉદવાડા, હિન્દુઓના તીર્થો કાશી, રૂદ્રમાલ, બદ્રીનારાયણ, પ્રયાગ, જગન્નાથ, મથુરા, સોમનાથ, પાટણ, પ્રાચી, ગુપ્તપ્રયાગ અને દ્વારકા; મુસલમાનોનાં તીર્થસ્થાન મક્કા મદીના, સ્વામીનારાયણનું તીર્થધામ ગઢડા અને વડતાલ, આદિ તીર્થસ્થાનો પવિત્ર મનાય છે; તેમ આ ગ્રંથમાં દશાવેલ તીર્થો પૂનિતમાં પૂનિત જૈન તીર્થ ભૂમિ તરીકે જગમશહુર છે. વલ્લભી કમલ - ચારિત્ર સંવત્ ૭ જ્યેષ્ઠ શુકલ પ્રતિપદા Jain Educationa International TAG: લેખક For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 78