Book Title: Jain Satyaprakash 1940 05 SrNo 58 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૪] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ પ તે સમેલનને મંજુર હતી એટલે કે એ વાત પણ આ ઠરાવમાં સમાવેશ થાય છે, એમ કેમ માની શકાય ? હવે જે સંજોગોમાં મુનિસમેલને આવો ઠરાવ કરવાનો વિચાર કર્યો તે પણ જોઈએ : સમેલનમાં ભાગ લેવા માટે દૂરદૂરથી વિહાર કરીને જે પૂજ્ય મુનિરાજે અમદાવાદમાં પધાર્યા હતા તેમાં પૂજ્ય મુનિરાજ શ્રી દર્શનવિજ્યજી મહારાજ આદિ ત્રણ મુનિરાજે પણ હતા. તેઓ દિલ્હી, આગ્રા તરફથી પધાર્યા હતા, જ્યાં તેમને દિગંબરનો તેમજ દિગંબરે તરફથી તાંબરની વિરુદ્ધમાં પ્રગટ થતા સાહિત્યને ખૂબ પરિચય થયો હતો. સમેલન ભરાયું તેની આસપાસના સમય દરમ્યાન દિગબર પંડિત શ્રી અજિતકુમાર શાસ્ત્રીએ ‘ તાંબર મત સમીક્ષા ” નામનું પુસ્તક પ્રગટ કરીને શ્વેતાંબરે વિરુદ્ધ પુષ્કળ લખાણ લખ્યું હતું. આ ઉપરાંત બનારસ પાસેના સારનાથમાંની બૌદ્ધ સંસ્થાએ પ્રગટ કરેલ બુદ્ધચર્યા, મઝિમનિકાય વગેરે પુસ્તકોમાં પણ જેનધર્મવિરોધી લખાણ પ્રગટ થયું હતું. મુનિસમેલનમાં આવીને પૂજ્ય શ્રી દર્શનવિજયજી મહારાજ આદિએ સૌનું આ તરફ લક્ષ દેવું અને આપણું ધર્મ ઉપર વારંવાર કરવામાં આવતા આવા આક્ષેપોનો જવાબ આપી શકાય તે માટે કંઈક કરવા સૂચવ્યું. આ જ વસ્તુને લક્ષમાં રાખીને મુનિસમેલને આ દસમો ઠરાવ કર્યો હતે. આ ઉપરથી જોઈ શકાશે કે એમાં અંદરઅંદરના આક્ષેપોને જવાબ આપવાને પ્રશ્ન જ ઉપસ્થિત થતું નથી. છે. આ ઉપરાંત, આપણે સૌ જાણીએ છીએ કે આપણી અંદરઅંદરમાં ઉપસ્થિત થતી ચર્ચાઓનો જવાબ આપનારાં બીને બીજા વર્તમાનપત્રો આપણા સમાજમાં મુનિસમેલન વખતે હયાત હતાં અને અત્યારે પણ છે જ. એટલે અંદરઅંદરના આક્ષેપોનો જવાબ આપવાને પ્રશ્ન હોત તે મુનિસમેલનને આ ઠરાવ કરવાની જ જરૂર ઉભી ન થાત. મુનિસમેલને આ ઠરાવ પસાર કર્યો તે એટલા જ માટે કે-અન્યધમી ઓ તરફથી જેનધર્મ ઉપર કરવામાં આવતા આક્ષેપોના જવાબ આપવાનું જે કાર્યક્ષેત્ર અત્યાર સુધી ખાલી પડયું હતું તેની પૂર્તિ કરવી. વળી મુનિસમેલને આ ઠરાવનું “ધર્મ ઉપર થતા આક્ષેપોને અંગે” એવું જે મથાળું રાખ્યું છે તે પણ ઘણું જ વિચારપૂર્ણ અને સુચક છે. એ મથાળામાંથી જ, સમિતિ અંદરઅંદરની ચર્ચામાં ભાગ ન લઈ શકે એવું સ્પષ્ટ સૂચન મળી રહે છે. એ મથાળાનો અર્થ એ છે કે-જે સમરત મુનિસમુદાએ એ મથાળા નીચે આ દસમો ઠરાવ મંજૂર કર્યો તે સમસ્ત મુનિસમુદાયને ખાતરી થાય કે “ અમુક લખાણથી ધર્મ ઉપર આક્ષેપ થયો છે તે જ સમિતિ તેને પ્રતિકાર કરી શકે. જે આક્ષેપ કે ચર્ચા સંબંધમાં. એ ઠરાવ મંજૂર કરનારાઓ વચ્ચે જ બે મત હોય તેમાં સમિતિ જરા પણ ભાગ લે તે તેણે એ ઠરાવની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. આથી એ બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે કે આ ઠરાવ મુજબ અંદરઅંદરની ચર્ચામાં ભાગ લેવાન સમિતિને લેશ પણ અધિકાર રહેતા નથી. અને આ જ વાત ધ્યાનમાં રાખીને, સમિતિના પાંચ પૂજ્ય મુનિરાજોની મંડળી મુનિસમેલન પૂરું થયા પછી તરત જ મળી હતી અને સમેલને પિતાને સોંપેલું કામ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44