Book Title: Jain Satyaprakash 1940 05 SrNo 58
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૬] શ્રી જૈન સત્ય પ્રકાશ વશાત્ શુભ બની જાય છે. કારણના વશથી એક જ પુદગલ એક વખત શુભ લાગે છે, પ્રોજન મટયા પછી એ જ યુગલ ફરી અશુભ લાગે છે. પોતાના અભિપ્રાયથી અન્યને જે પુદ્ગલ આનંદ આપનારું થાય છે, તે જ પુદ્ગલ બીજાને તેના અભિપ્રાયથી દુઃખ આપનારું થાય છે. એકનાએક પુદ્દગલ ઉપર છવને કાલાદિ સામગ્રી પામીને રૂચિઅરૂચિ ઉભય થતી પ્રત્યક્ષ અનુભવાય છે. એ કારણે કોઈ પણ પુદ્ગલ જીવને નિશ્ચયથી ઈષ્ટ જ છે કે અનિષ્ટ જ છે એ નિયમ બાંધી શકાય એમ નથી. સેન, રૂપું, હીરા, પન્ના, માણેક, મોતી, ધન, ધાન્ય, જમીન, જાગીર, ક્રિપદ, ચતુષ્પદ, સૈન્ય, ગ્રામ, રાજ્યાદિ સઘળી અર્થ સંપત્તિઓ ભિન્ન ભિન્ન પ્રકારના મુદ્દગલમય છે. તે જીવને સદા માટે એક સરખી રીતે ઉપકારક કે સુખકારક બની શકતી નથી. જુદા જુદા કારણવશાત્ તેની તે જ સામગ્રી ઉપર શુભાશુભ ભાવ થયા કરે છે અને એ શુભાશુભ ભાવથી રાગી હૅપી બનેલે જીવ કર્મબન્ધ કર્યા કરે છે. કર્મબંધથી સંસાર વધે છે અને સંસાર એ જ સર્વ દુઃખનું મૂળ છે. અર્થનાં કારણું, સ્વરૂપ અને વિષય, એ ત્રણે આ રીતે જે જીવને દુઃખકારક જ છે. તે તેનું રૂપ પણ દુ:ખજનક હોય એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. તે પણ એ અર્થથી જ કામસામગ્રી પ્રાપ્ત થઈ શકે છે, એ કારણે કાપભોગના લાલચુ આત્માઓ આગળ પાછળનાં એ સઘળાં કષ્ટોને અવગણીને પણ અર્થપ્રાપ્તિની પાછળ મસ્યા રહે છે. અને પાપ કરવામાં પાછું વળીને જોતાં નથી. છતાં અર્થથી મળતાં કામભેગનાં સાધનો અને એ સાધનોથી મળતા સુખના લેશને જો વિચાર કરવામાં આવે તે એ સુખને લેશની ખાતર ભૂત અને ભાવિમાં ઉત્પન્ન થતું મહાન કાર્ડ વેઠવા માટે કોઈ પણ બુદ્ધિમાન તૈયાર ન જ થાય. વિષયનું સુખ કેટલું તુચ્છ છે એ વરતુને વિચાર આપણે કામ પુરૂષાર્થની અનર્થ કરતાના વિચાર વખતે કરવાનું રાખી, આટલા તુરછ ફળને બાદ કરતાં જે શેષ ફળ અર્થ પુરૂષાર્થના સાધકને પ્રાપ્ત થાય છે તે જરા જોઈ લઈએ. અર્થ પુરુષાર્થને સાધક આત્મા જેટલા અર્થને એકઠા કરે છે તે બધા આરંભાદિ પાપનું અધિકરણ બને છે અને પાપના અધિકરણ ઉપર મમત્વ ધારણ કરનાર આત્માને સંસારમાં પાત થાય છે. પાપના અધિકરણરૂપ એ લક્ષ્મી કવચિત દુશ્મનને પણ ઉપકારક થાય છે. અને એમ ન થાય તો પણ એના મમત્વવાનને સર્પ ઉન્દરાદિ નીચ ની ગતિ તે અવશ્ય પ્રાપ્ત કરાવે છે. ધનના મમત્વ માત્રથી થનારું અને એ૯૫ કાલ ટકવાવાળું માત્ર થોડુંક માનસિક સુખ છોડી દઈએ તે એના પરિણામે જીવે જે દુર્ગતિનાં દીર્ઘકાળ સુધીનાં દારૂણ દુ:ખોનો ભોગવટો કરે છે તે જોઈએ તો તેને વિચાર પણ કંપારી ઉત્પન્ન કરે તે છે. ધન માટેના આરંભના પાપથી ભારે થયેલે જીવે સંસારસાગરના તળીએ બી જાય છે. એ તે જન્માંતરના કટની વાત છે, પરંતુ આ જન્મનાં કટો પણ ધનના માલીકને ઓછાં નથી. રટ રાજાઓને, ચેરાદિ દુપટ લેકેને, દુષ્ટ સગા સબંધીઓ સાથીઓ અને દુષ્ટ મિત્રોને ભય, તેને નિરંતર સતાવે છે. એ ધનને ભોગવટે પેતાને તે માત્ર થે જ થાય છે, એનો મોટો ભેગવટો પિતાના સિવાય અન્યને જ ભાગે જાય છે પછી ચિન્તા અને વ્યાકુલતા તે ધનની સાથે જ આવે છે. અને વ્યાકુળતાને વિવશ થયેલ છવ ક્ષણ માત્ર પણ સુખનો અનુભવ કરી શકતો નથી. ધનના મમત્વના ગે ધર્મ કર્મ પણ વિસરી જાય છે. એટલુ છતાં પણ એ લક્ષ્મીને મેટો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44