Book Title: Jain Satyaprakash 1940 05 SrNo 58
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ કેટલીક સમસ્યાઓને સંગ્રહ]. [ સં. મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી] પ્રાચીન ઋષિ-મુનિઓ પોતાના કુરસદના વખતે લોકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તેવી લોકભાષાબદ્ધ અનેક રચનાઓ કરતા હતા. અહીં રજૂ કરેલી “હરિયાલી” પણ એવી કૃતિનો એક નમુનો છે. આવી કૃતિઓ જનતાને આનંદ આપવા ઉપરાંત તે તે ભાષાની પણ સુંદર સેવા બજાવી શકે છે. આવી કૃતિઓ એ દરેક ભાષાની સંપત્તિરૂપ ગણાવી જોઈએ. આ અને આવી એક બીજી, એમ બે “હરિયાલી ” બે પ્રાચીન હસ્તલિખિત પાનામાં જોવામાં આવતાં, મેં તેની નકલ કરી લીધી હતી, તેમાંની એક અહીં રજૂ કરું છું. આના કર્તા કોણ છે તેમજ રચના સમય કયો છે એ સંબંધી કશે ઉલ્લેખ નથી મળ્યું. છતાં તેના પડિમાત્રાવાળા લખાણ ઉપરથી તે પ્રાચીન હોવી જોઈએ એમ તે અવશ્ય લાગે છે. એની ભાષા મોટે ભાગે ગુજરાતી છે. દરેક કડીને તે, કર્તાએ લેકેની સરળતા માટે સમસ્યાનો ઉકેલ આપે છે. કેઈ કઈ સ્થળે લેખકને આશય સ્પષ્ટ સમજવો મુશ્કેલ લાગે છે. છતાં એકંદરે કવિતા સરળ અને રૂચિકર તો લાગે છે જ. સં. આદધક્ષર વિણ તે ગજનઈ મીઠે, અંત્યક્ષર વિણ તે છારિ દીઠું; મધ્યક્ષર વિણ તે જગનઈ મારઈ, તેહનઈ માનઈ રાજધારી. | ૧ | ( કાગલ ) આઘક્ષર વિણ તે જગ વિલાવિ, અત્યક્ષર વિણ તે પશુ બિહાવઈ; મધ્યક્ષર વિણ તે જગનઈ મારિ, તેહનઈ માંનઈ રાજદ્વારિ. / ૨ / ( કાબેલ ) આદાક્ષર વિણ તે લેખઈ લાગી, અંત્યક્ષર વિણ તે જગ સંતાપિ; મધ્યક્ષર વિણ તે જગ જાવાડિ, પરનું મન તે ભાડિ. | ૩ | ( કામણ ) આધક્ષર વિણ તે નાદ કહી જઈ, અંત્યક્ષર વિણ તે બરસણિ દિજઈ; મધ્યક્ષર વિણ તે ભાર ભણી જઈ, તે આગર વિણજ કરી જઈ. ૪ (પાટણ) આદ્યક્ષર વિણ તે કાયા દમઈ, મધ્યક્ષર વિણ તે સવિ ઊગમ ; અંત્યક્ષર વિણ તે વપણ ભાષઈ, તે સખી મુઝ પરિમલ દાખઈ, જે પ !! ( કમલ ) આદ્યક્ષર વિણ તે પુરૂષ ભણી જઈ, અત્યક્ષર વિણ તે રૂપ કહી જઈ; મધ્યક્ષર વિણ તે તથિ દિજઈ, તે ઉપરિ રાણે રાણું ખીજઇ. ૫ ૬ |(વાન૨) આદ્યક્ષર વિણ તે સવિલું મીઠ, અંત્યક્ષર વિણતે છેડિ મીઠે; મધ્યક્ષર વિણ તે સવિહું મારઈ, તે આવઈ બારઈ માસિ | છ | (વરસ) આદ્યક્ષર વિણતે વેગ કહી જઈ, અંત્યક્ષર વિણ તે ધાન ભણજઈ; મધ્યક્ષર વિણ તે સવિલું વિમાસઈ, સદ્દગુરૂ વિના નાવિ પસિં. ll ૮ ! (મુગતિ ) આદ્યક્ષર વિણ તે ડહાપુણુ દાખઈ, અંત્યક્ષર વિણ તે વારૂ ભાખિં; મધ્યક્ષર વિણ તે કાપડાકાપિ, તે મુલકમાં સવિનઈ સંતાપિ. ! ૯ મી ( મુરખ ) આદાક્ષર વિણ તે બલી શાખા, અત્યક્ષર વિણ તે રોગીની ભાષા; મદ્યક્ષર વિણ તે ગગન ગાજઈ, તે સખી મુઝ મરતહિં દાઝિ. | ૧૦ | (તાવડ) આદ્યક્ષર વિણ તે લોક કહી જઈ, અંત્યક્ષર વિણ તે સુનું દીસાઈ; મધ્યક્ષર વિણ તે રાંનલ વાસ, ડાહ્યો હુઈ તે ન કરઈ વિશ્વાસ. / ૧૧ (રાજન) આદ્યક્ષર વિણ તે વનિ સતે, અંત્યક્ષર વિણ તે માગ દેતે; . For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44