________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૩૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
અગ્નિની જવાળામાં ઘી હોમવા જેવું છે. અર્થ, કામ અને તેનાં સાધને આદિ ઉપર છવને સ્વાભાવિક અનુરાગ લાગે છે. એ અનુરાગરૂપી અગ્નિની અંદર એની જ જરૂરિયાતના ઉપદેશરૂપી ઘીની આહુતિ કરનાર અજ્ઞાન આત્માઓ હિતોપદેશક બનવા માટે સર્વથા નાલાયક છે. બળેલાને બાળવા કે પડેલાને પાડવા, એ જેટલું અયોગ્ય અને અઘટિત કાર્ય છે તેથી કંઈ ઘણું અઘટિત કાર્ય અર્થ કામની જરૂરીયાત દર્શાવનાર ઉપદેશ કરે તે છે. શંકા સમાધાન
અહીં એ પ્રશ્ન થશે કે–અર્થ અને કામને મનુષ્ય જીવન ઉપર કાંઈ પણ ઉપકાર નથી ? એને જવાબ એ છે કે–અર્થ અને કામને પણ મનુષ્ય જીવન ઉપર જે કાઈ પણ જગ્યાએ વાસ્તવિક ઉપકાર થઈ રહ્યો હોય તે, તેને ઉપકારી તરીકે નહિ પણ અપકારી તરીકે રવીકાર્યા પછી જ છે. વિષ, શસ્ત્ર અને અગ્નિ આદિ જોખમી વસ્તુઓથી પણ મનુષ્ય પિતાનું દષ્ટ સાધી શકતો હોય અને તે વસ્તુઓને પણ પોતાના જીવનની સહાયક બનાવી શકતા હોય તે તેનું કારણ તે જોખમી વસ્તુઓના અપકારને તેને સતત ખ્યાલ હોય છે તે જ છે. એ ખ્યાલ જે તેના મગજમાંથી નિકળી જાય, તો એ વિષ, શસ્ત્ર, અગ્નિ આદિ વસ્તુઓથી પિતાના પ્રાણ બચાવવાના બદલે શીધ્ર વિનાશ જ કરે, એમાં કોઈ પણ જાતનો સંદેહ નથી. પ્રાણનો નાશ કરનાર વિષ પણ પ્રાણને બચાવે, જો તેને ઔષધ રૂપ બનાવ્યા પછી વાપરવામાં આવે છે. એ જ રીતે શસ્ત્ર અને અગ્નિ પણ પ્રાણુનાશક હવા છતાં રક્ષક બની શકે, જો તેને યોગ્ય રીતિએ ઉપયોગ કરવામાં આવે છે. એવી રીતે જગતની કોઈ પણ એવી વિનાશકારક વસ્તુ નથી કે જેનો યોગ્ય રીતિએ યોગ્ય સમયે યોગ્યના હાથે ઉપયોગ કરવામાં આવે તે લાભ ન કરે. પરંતુ તે તે વિનાશક વસ્તુઓને લાભકારક સ્થિતિમાં લાવ્યા પછી જ જેમ તેનો ઉપયોગ કરવામાં આવે છે, નુકશાનકારક સ્થિતિમાં તો તેને સ્પર્શ પણ અગ્ય માનવામાં આવે છે, તેમ અર્થ કામ માટે પણ સમજી લેવું. ઉપાદેય પુરુષાર્થ : ધમ
યોગ્ય આત્માઓ અનર્થ કર એવા અર્થ કામને પણ પિતાની યોગ્યતાના બળે અર્થકર બનાવી શકે છે. એ યોગ્યતા બીજી કોઈ જ નહિ પણ એની અનર્થ કરતાની પૂરેપૂરી પિછાન અને અનર્થકર ન થાય તે રીતે તેનો ઉપયોગ કરવાની આવડત. જેમ અગ્નિ ચીપીયાથી પકડી ચૂલામાં મૂકવામાં આવે તે રસવતીને બનાવનારે થાય છે. પરંતુ તેને હાથવતી પકડવામાં આવે અને ગાદી પર મૂકવામાં આવે તો અનેક ઉત્પાત મચાવનાર થાય છે તેમ પ્રાપ્ત થયેલા અર્થ અને કામ પણ આત્માના અહિતમાં ન વપરાય, કિન્તુ હિતમાં જ વપરાય, તેવી જાતિની વ્યવસ્થા યોગ્ય આત્માઓ કરી શકે છે. રસવતી તૈયાર કરવા માટે અપ્રાપ્ત અગ્નિને પ્રાપ્ત કરવા માટેની પણ જેમ આવશ્યકતા રહે છે તેમ અમૂક અમૂક પ્રસંગોએ અપ્રાપ્ત એવા અર્થકામને પ્રાપ્ત કરવાની પણ આવશ્યકતા રહે છે. પરંતુ અગ્નિ જેટલી જ સાવધગિરિથી તે બધાં કાર્ય કરવામાં આવે તે જ હિતદાયક બને, અન્યથા પરમ અહિત કરનારાં થાય, એ લેશ પણ ભૂલવા જેવું નથી. પ્રાપ્ત અર્થકામને કેવી રીતે ઉપયોગ કરવો, કઈ અવસ્થામાં અપ્રાપ્ત અર્થ કામને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો, કઈ અવસ્થામાં પ્રાંત અર્થ કામને પણ દૂર કરવા પ્રયાસ કરે, એ વગેરે સમ
For Private And Personal Use Only