Book Title: Jain Satyaprakash 1940 05 SrNo 58
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૨૪] શ્રી જેને સત્ય પ્રકાશ વર્ષ ૫ નીકળ્યો. ફરતે ફરતો કૌશાંબી નગરીમાં આવ્યું. કૌશંબાના રાજદરબારમાં મોટા મોટા ઝવેરીઓ મણિઓની પરીક્ષા કરવા ભેગા થયા છે, પણ કોઈ મણિની પરીક્ષા કરી શકતું નથી. ત્યાં પણ ધન્નાએ મણિની પરીક્ષા કરી રાજાને ખુશ કર્યા. તે રાજાએ પણ પિતાની કુંવરી ધામધુમપૂર્વક ધન્નાને પરણાવી, ધન્નાનું ઘણું સન્માન કર્યું. હવે ધન્નાએ ધનપુર નામનું નગર વસાવ્યું છે. પાણીને માટે વિશાળ તળાવ ખોદાવાનું શરૂ કર્યું છે. હજારો મજૂરો કામ કરી રહ્યા છે. કામ ધમધોકાર ચાલી રહ્યું છે. અહીં પણ મજૂરોની સાથે કામ કરતું પોતાનું કુટુંબ ધન્ને જુએ છે. તેમની બેહાલ દશા જોઇ તે દુઃખી થાય છે. સૌને પાછી બોલાવે છે અને પિતાની સાથે રાખે છે. ધન્નો અહીં પણ અનુક્રમે ચાર સ્ત્રીઓ પરો. આમ કુલ તેની આઠ સ્ત્રીઓ થઈ ધને હવે રાજગૃહીમાં રહે છે. રાજદરબારમાં એનું માન સચવાય છે. એની બુદ્ધિને સૌ કોઈ વખાણે છે. એના દિવસો સુખમાં પસાર થાય છે. ધન્ને પિતે પણ લક્ષ્મીની ચંચલતા સમજે છે, અને સુકતનાં અનેક કામ કરે છે. અહીં એનાં માતાપિતા સ્વર્ગે સીધાવે છે. એક વખત ધન્નો હાવા બેઠે છે. સુભદ્રા એને નવરાવી રહી છે, ત્યાં ધનાએ સુભદ્રાને રડતી દીઠા. રડવાનું કારણ પૂછતાં સુભદ્રાએ કહ્યું: “ હે નાથ, મારે ભાઈ શાલિભદ્ર દીક્ષા લેવાને છે, તેને બત્રીસ સ્ત્રીઓ છે. દરરોજ એક એક સ્ત્રીને ત્યાગ કરે છે, માટે હું રડું છું.” ધન્નાએ કહ્યું: “હે પ્રિયે ! તારે ભાઈ હજી કાયર દેખાય છે. ખરે વૈરાગ્યશાળી તે એક સાથે બધું છોડીને સંયમ ગ્રહણ કરે છે.” પતિને શબ્દ સાંભળી સુભદ્રા બોલીઃ “હે નાથ, બોલવું સહેલું છે પણ કરવું દુષ્કર છે.” ત્યાં તો ધને બોલી ઉઠયોઃ “બસ સુભદ્રા, મેં આજથી આઠે સ્ત્રીઓને ત્યાગી.” સુભદ્રા તે બેબાકળી બની ગઈ. સૌ સ્ત્રીએ આકંદ કરવા લાગી. અનેક રીતે લલચાવા લાગી. ઘણું ઘણું સમજાવા લાગી, પણ ધન્ને પિતાને નિશ્ચયથી ડગ્યો નહિ. ત્યારે આઠે સ્ત્રીઓ પણ સાથે દીક્ષા લેવા તૈયાર થઈ. ધન્ને દીક્ષા લેવા નીકળ્યો. વચમાં શાલિભદ્રને ઘેરે આવી કહેવા લાગ્યોઃ “અરે શાલિભદ્ધ, હજી તું કેમ કાયર બની બેઠે છે? તું તારી સ્ત્રીઓને અને મોહજાળને છેડવામાં કેમ ઢીલ કરે છે? હું તે આઠે સ્ત્રીઓ સહિત દીક્ષા લેવા નીકળ્યો છું માટે હવે પ્રમાદ કરે ઠીક નથી. ” ધન્નાની કીમતી કારથી શાલિભદ્ર તૈયાર થઈ ગયા, અને સંયમ લેવા ચાલ્યા. સૌએ પ્રભુ મહાવીરદેવ પાસે આવી દીક્ષા અંગીકાર કરી. ખરેખર, જેને સંસારની અસારતા સમજાઈ હાઈ, જેને શાશ્વત સુખ પ્રાપ્ત કરવાની ઝંખના લાગી હોય, તેને શ્રીમંતાઈનાં ક્ષણિક સુખે ચળાવી શકતાં નથી, તેને સુંદર રમણીઓના મેહર્યો હાવભાવે લલચાવી શકતા નથી. તેને કુટુંબીઓનાં કરુણ વિલાપે પીગળાવી શકતા નથી. તે તે સૌથી નીરાળ બની આત્માની રમણુતામાં લીન બને છે. એક વખતના વિલાસી ધન્ના અને શાલિભદ્ર સાંસારિક બંધનોથી મુક્ત થઈ સાચા ત્યાગી, સાચા તપસ્વી, અને સાચા જ્ઞાની બન્યા. અને તે મહાપુરુષ આયુષ્યપૂર્ણ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. આજે “ધન્ના-શાળીભદ્રની સિદ્ધિ હેજો એવું ચોપડાને પાને લખાય છે. જે જે મહાનુભાવોને ધન્ના અને શાલિભદ્રના જેવી ઋદ્ધિ પ્રાપ્ત કરવાની ખરી ઝંખના હેય તે મહ'નુભા ધન્ના અને શાલિભદ્રના જેવું આદર્શ અને સંયમી જીવન પ્રાપ્ત કરવાને માટે ઉદ્યમ કરે એ જ શુભેછો. કોટી વંદન હો એ મહાત્માએ ને ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44